________________
જ બાદર પૃથ્વીકાય અપર્યાપ્તાનાં સ્થાન કહ્યાં છે. તેમાં ઉપપાતની અપેક્ષાએ બાદર પૃથ્વીકાય અપર્યાપ્તાનું સ્થાન સંપૂર્ણ લોકાકાશ છે, સમુદ્દાતની અપેક્ષાએ પણ સંપૂર્ણ લોકાકાશ છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ તો લોકના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં જ બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા જીવોનું સ્થાન છે. ] અહીં ઉપપાત એટલે એક ભવમાંથી બીજા ભવમાં જતાં બે ભવની વચ્ચેના ક્ષેત્રમાં જીવની જે ગતિ તે, [ અર્થાત્ પરભવમાં ઉપજવા માટે જવું તે ] તે ૩પપાતમાં વર્તતા વક્રગતિવાળાઅે બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયજીવો સર્વ લોકમાં વ્યાપ્ત થયેલા હોય છે. તથા સમુદ્દાત એટલે મરણસમુદ્દાત કે જેનું સ્વરૂપ આગળ કહેવાશે, તે સમુદ્દાતમાં વર્તતા બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયજીવો પણ સમગ્ર લોકમાં વર્તનારા હોય છે. અને સ્વસ્થાન તો રત્નપ્રભાપૃથ્વી વગેરે. તેમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયને આશ્રયી તો લોકના અસંખ્યાતમા ભાગમાં જ વર્તનારા હોય છે.
એ પ્રમાણે બાદર અપર્યાપ્ત અકાય, વાયુ અને વનસ્પતિઓ પણ દરેક ઉપપાત તથા સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી જાણવી. પરંતુ બાદર અપર્યાપ્ત અગ્નિકાય તો સમુદ્દાત વડે જ સર્વલોકવ્યાપી છે, [ પરંતુ ઉપપાત વડે નહિ”]. હવે એ બાબતના ઘણા વિસ્તારથી સર્યું. એ બાબતના વિશેષ જિજ્ઞાસાવાળાએ તો શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર જ જોવું.
એ પ્રમાણે બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયો ઉપપાત તથા સમુદ્દાતને આયિને જ સર્વલોકવ્યાપી કહ્યા છે એમ જાણવું. અને એ કહેલા એકેન્દ્રિયોથી શેખ રહેલા મિથ્યાદૃષ્ટિઓ પણ બાદર વાયુ અને વનસ્પતિ એ બે વર્જીને શેષ સર્વે પણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિ જીવો ઉપપાત અને સમુદ્દાત વડે પણ લોકના અસંખ્યાતમા ભાગમાં જ વર્તે છે. તેમાં બાદર પર્યાપ્ત વનસ્પતિઓ તો બાદરપર્યાપ્ત પૃથ્વીવત્ જાણવી. એ પ્રમાણે ૧૭૯મી ગાથાનો અર્થ સમાપ્ત
૪
થયો. ૧૭૯૫
અવતરણ: પૂર્વ ગાથામાં બાદર પર્યાપ્ત વનસ્પતિનું ક્ષેત્ર બાદર પર્યાપ્ત પૃથ્વીતુલ્ય કહ્યું, તો બાદ૨ પર્યાપ્ત વાયુનું ક્ષેત્ર કેવી રીતે જાણવું ? તે આ ગાથામાં કહે છે :
पत्तबायराणिल, सट्टाणे लोगऽसंखभागेसु ।
उववायसमुग्धाएण, सव्वलोगम्मि होज ण्हु ॥१८०॥
થાર્થ: પર્યાપ્ત બાદર વાયુકાયજીવો સ્વસ્થાનથી લોકના અસંખ્ય ભાગોમાં છે, અને ઉપપાત તથા સમુદ્દાત વડે સર્વ લોકમાં વ્યાપ્ત છે. ૧૮૦
ટીનાર્થ: બાદર પર્યાપ્ત વાયુકાયજીવો સ્વસ્થાન એટલે ઘનવાયુ તથા તનુવાયુ વગેરે ૧. બાદ૨ અપર્યાપ્ત અગ્નિકાય તો કેવળ સમુદ્રઘાતથી જ સર્વલોકવ્યાપી જાણવી, તે આગળ કહેવાશે.
૨. મરણ સમુદ્દાત વિનાની વક્રગતિ અહીં જાણવી. ૠજુગતિ અલ્પ ક્ષેત્રવાળી હોવાથી ઋજુગતિ કહી નથી. ૩. અહીં કેવળ પૃથ્વીકાયજીવો કહ્યા તે પ્રથમ કહેલા શ્રી પ્રજ્ઞાપનાજીના પાઠને અનુસરીને છે, જેથી આગળ બીજા જીવોમાં એ તો અતિદેશ (ભળામણ) કરવામાં આવશે.
૪. બાદર અપર્યાપ્ત અગ્નિકાય તો ઉપપાત વડે અઢી દ્વીપમાંથી નીકળતા અને અઢી દ્વીપપ્રમાણ જ જાડા, તથા ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્ એ ત્રણે દિશામાં લોકાન્ત પર્યન્ત પહોંચેલા એવા બે કપાટ જેટલા ક્ષેત્રવાળા તેમજ તે ઉપરાંત તિલિોકના તટ જેટલા ક્ષેત્રવાળા કહ્યા છે, જેથી લોકના અસંખ્યાતમે ભાગે છે, એનું વિશેષ સ્વરૂપ શ્રી પ્રજ્ઞાપનાજી વગેરેથી જાણવા યોગ્ય છે.
૫. ઉપપાત- સમુદ્દાત વડે સર્વ લોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગમાં.
Jain Education International
For Private & Personal Use Only
૨૫૬
www.jainelibrary.org