________________
ક્યા?) એમ જો પૂછતા હો તો તેના સમાધાનમાં કહેવાય છે કે –
ઉત્તર:- તમોએ જે આ પ્રશ્ન કર્યો તે યુક્ત છે, પરંતુ તેનો ઉત્તર એ જ છે કે - જ્યારે કાળને સામાન્યથી એક જ દ્રવ્યરૂપે ગણીએ તો તે અપેક્ષાએ ભૂતકાળ આદિ ત્રણે કાળના જે સમયોને દ્રવ્યથી કહ્યા છે તે જ સમયોને પ્રદેશરૂપે પણ ગણી શકાય. કારણ કે ભિન્ન નિમિત્તની અપેક્ષાએ એક જ વસ્તુ દ્રવ્યપણે અને પ્રદેશપણે એમ બન્ને રીતે હોય તો તેમાં કોઈ પ્રકારનો વિરોધ આવતો નથી; એકેક વસ્તુ અનન્ત અનન્ત ધર્મવાળી છે માટે. અથવા બીજી રીતે વિચારીએ તો - જે અનન્ત સમયોને દ્રવ્યસ્વરૂપે કહ્યા છે, તે જ અનન્ત સમયોમાંનો પ્રત્યેક સમય પણ અનન્ત અનન્ત ભેદવાળો ગણી શકાય છે. તે આ પ્રમાણે - પ્રથમ તો એકેન્દ્રિયાદિ જેવદ્રવ્યો અનન્તાનન્ત છે, તે પણ દરેક દ્રવ્ય - ક્ષેત્ર ભેદથી, અવગાહનાભેદથી તેમજ એકસમયસ્થિતિ, બસમયસ્થિતિ ઇત્યાદિ કાળભેદથી અને એકગુણ શ્યામ, દ્વિગુણ શ્યામ ઇત્યાદિ રીતે ભાવભેદથી (અર્થાત્ ક્ષેત્ર- અવગાહ - કાળ અને ભાવના ભેદથી) તે કાળનાં સમયદ્રવ્યો અનન્ત ભેટવાળાં છે. એ ક્ષેત્રાદિના પ્રતિભેદો સાથે દરેક સમયદ્રવ્ય સંબંધવાળું છે, અને તેવા પ્રકારના સંબંધથી કાળનો દરેક સમય અનન્તાનન્ત ભેદોવાળો ગણાય છે. જેથી એ પ્રમાણે ગણતાં ભૂતકાળ વગેરે ત્રણે કાળના જે અનન્ત સમયો તે સામાન્યથી દ્રવ્યસ્વરૂપે ગણવા, અને જીવ વગેરે દ્રવ્યાદિકના (જીવના ક્ષેત્ર – અવગાહ આદિ) સંબંધથી પ્રદેશરૂપ ગણવા. એ રીતે કાળના સમયમાં પણ દ્રવ્યત્વ અને પ્રદેશત્વ એ બન્ને ભાવ અમે જાણી શકીએ છીએ. અને સિદ્ધાન્તમાં તો પુદ્ગલાદિ દ્રવ્યોના સ્કંધોની માફક કાળના સમયો પિંડરૂપ ન હોવાથી કાળમાં પ્રદેશત્વ સ્વીકાર્યું નથી, માટે એ બે બાબતમાં સત્ય તત્ત્વ શું છે? તે શ્રીબહુશ્રતો જ જાણે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૬ શા તિ નીવાનીદ્રવ્યuTUTII રૂતિ દ્વિતીય प्रमाणद्वारं समाप्तम् ।।
વેતર: એ પ્રમાણે વિસ્તાર સહિત જીવ અને અજીવ સંબંધી દ્રવ્યપ્રમાણ દ્વાર કહ્યું. અને તે કહેવાથી સંતપવિયા ટુવ્વામા ર ઇત્યાદિ પદવાળી ગાથામાં કહેલું (૯ દ્વારમાંનું) બીજું પ્રમાણદ્વાર સમાપ્ત થયું. હવે અનુક્રમે પ્રાપ્ત થયેલું ત્રીજું ક્ષેત્રધાર આ ગાથાથી કહેવાનો પ્રારંભ થયો છે.
અવતર': એ પ્રમાણે વિસ્તાર સહિત બીજું પ્રમાણદ્વાર કહીને હવે અનુક્રમ (દ્વારના ક્રમ) પ્રમાણે ત્રીજું ક્ષેત્રદ્વાર કહેવાય છે. તે આ પ્રમાણે
खेत्तं खलु आगासं, तविवरीयं च होइ नोखेत्तं ॥
जीवा य पोग्गला वि य, धम्माधम्मत्थिया कालो ।।१६८॥ માથાર્થ: આકાશ તે નિશ્ચય ક્ષેત્ર કહેવાય, અને તેથી વિપરીત (એટલે અન્ય દ્રવ્યો) તે નોક્ષેત્ર કહેવાય. તેમાં જીવ અને પુદ્ગલ તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્યો કહેવાય. ||૧૬૮
૧. આ સંબંધનો વિશેષ વિસ્તાર પરમાણુ છત્રીસી (પરમાણુ પત્રિકા) નામનું નાનું ૩૬ ગાથાનું પ્રકરણ શ્રી ભગવતીજીની વૃત્તિમાં અંતર્ગત કહ્યું છે, તેમજ જુદું પણ પ્રગટ થયું છે, તે વાંચવાથી ઠીક સમજી શકાય છે.
Jain Education International
For Private 28onal Use Only
www.jainelibrary.org