________________
ટીદાર્થ: બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપૂકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણે જીવો પ્રત્યેક આકાશના એક પ્રતરને સંપૂર્ણ અપહરે છે. તે ક્યા પ્રકારે અપહરે ? તે કહે છે – અંગુલના અસંખ્યાતમા ભાગ વડે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – સર્વે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો ભેગા થઈને નિશ્ચય એક સમયમાં આકાશપ્રતરના એકેક પ્રદેશને (એકેક આકાશપ્રદેશને) અપહરીને - ગ્રહણ કરીને અસત્કલ્પનાએ ધારો કે તે પ્રદેશોને બીજે સ્થાને ગોઠવતા જાય (સ્થાપે), તેવી જ રીતે બીજે સમયે પણ (દરેક જીવ) એકેક આકાશપ્રદેશ ગ્રહણ કરીને બીજે સ્થાને ગોઠવે, તેવી રીતે ત્રીજે સમયે અને તેવી જ રીતે ચોથે સમયે પણ ગોઠવે તો એ પ્રમાણે યાવત્ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશપ્રદેશના શ્રેણિખંડમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલી સંખ્યા જેટલા સમયે તે જીવો સંપૂર્ણ એક પ્રતરને અપહરે.
અથવા બીજી રીતે વિચારીએ તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા આકાશપ્રદેશના શ્રેણિખંડમાં જેટલા આકાશપ્રદેશ છે, તે પ્રદેશો વડે એક પ્રતરના સર્વ પ્રદેશોને ભાગીએ, અને તે કરવાથી પ્રાપ્ત થયેલા પ્રતરના પ્રદેશખંડમાં (પ્રતર વિભાગમાં) જેટલા આકાશપ્રદેશ છે, તેટલા સર્વે પણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયજીવો છે. [ અર્થાત્ પ્રતરને અંગુલના અસંખ્યાતમાં ભાગ વડે ભાગતાં જે જવાબ આવે તેટલા બાદર પૃથ્વીકાય પર્યાપ્ત જીવો સર્વ મળીને છે ].
અથવા બીજી રીતે વિચારીએ તો સર્વ બાદર પૃથ્વીકાય પર્યાપ્ત જીવોને દરેકને જો અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડો પ્રતરખંડ આપીએ તો સમકાળે એક જ સમયમાં તે જીવો સંપૂર્ણ પ્રતરને ગ્રહણ કરે (એટલે સમકાળે સંપૂર્ણ પ્રતર ખાલી થાય). એ પ્રમાણે ત્રણે પ્રરૂપણાઓનું તાત્પર્ય એક જ છે.
જે રીતે વળી એ બાદર પૃથ્વીકાય જીવોની પ્રમાણ-પ્રરૂપણા કરી, તેવી રીતે બાદર પર્યાપ્ત અપૂકાયજીવોની અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિની પણ પ્રરૂપણા (ત્રણે રીતે સરખી) કરવી. કારણ કે ગાથામાં સમાન પ્રમાણ (પ્રરૂપણા)કહી છે. વળી એ પ્રરૂપણાની રીતે તો જો કે ત્રણે જીવોનું સમાન પ્રમાણ જણાવ્યું છે, તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્ય ભેદ હોવાથી એ ત્રણે જીવોનું સ્વસ્થાને પરસ્પર અલ્પબદુત્વ તો છે જ એમ જાણવું. (એટલે પરસ્પર હીનાધિક છે), તે આ પ્રમાણે – બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ જીવોથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયજીવો અસંખ્યાતગુણા છે, અને તેથી બાદર પર્યાપ્ત અકાયજીવો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. ||૧૫૯
નવતર: હવે આ ગાથામાં બાદર પર્યાપ્ત તેઉકાય (અગ્નિકાય), અને બાદર પર્યાપ્ત વાયુકાય જીવોનું પ્રમાણ કહેવાય છેઃ
पज्जत्तबायराणल, असंखया हुंति आवलियवग्गा ।
पज्जत्तवायुकाया, भागो लोगस्स संखेजो ॥१६०॥ ગાથાર્થ: પર્યાપ્ત બાદર અનાજીવો (અગ્નિજીવો) આવલિના અસંખ્યાત વર્ગ જેટલા છે, અને બાદર પર્યાપ્ત વાયુકાયજીવો લોકના સંખ્યાતમા ભાગ જેટલા છે. ll૧૬૦ગા.
Jain Education International
For Priva38ersonal Use Only
www.jainelibrary.org