SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યો હોય છે) II૧૫૩ી. ભાવાર્થ: મનુષ્યો પ્રથમ બે પ્રકારના છે, સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તે અર્બન મનુષ્ય, અને મનુષ્યના વાત-પિત્ત-કફ આદિથી ઉત્પન્ન થયેલા કે જેનું સ્વરૂપ સવિસ્તરપણે પ્રથમ કહેવાઈ ગયું છે તે સમૂર્છાિ મનુષ્ય. તેમાં ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે, અને સન્મુશ્કેિમ મનુષ્યો તો અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા અપર્યાપ્તા જ મરણ પામે છે, માટે તે પર્યાપ્તા હોતા જ નથી, એમ પણ પૂર્વે કહ્યું છે. માટે અહીં (ગાથામાં) પન્ના = પર્યાપ્ત મનુષ્યનું ગ્રહણ કરવાથી પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો જ જાણવા. અને માથામાં સપત્તયા. - અપર્યાપ્ત ગ્રહણ કરવાથી ગર્ભજ અપર્યાપ્તા અને સમૂર્છાિમ અપર્યાપ્તા એમ બન્ને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યો ગ્રહણ કર્યા જાણવા. એ પ્રમાણે હોવાથી પ્રથમ જે ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો તે તો સર્વદા ધ્રુવ હોવાથી સંખ્યાતા જ હોય છે (અર્થાતુ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો સદાકાળ હોય છે જ અને તે પણ સંખ્યાતા જ હોય છે) પ્રશ્નઃ- સંખ્યાત તો સંખ્યાના પ્રકારનું છે, તો અહીં કેટલી સંખ્યા વડે સંખ્યાતા ગર્ભજ મનુષ્યો જાણવા? ઉત્તર:- એ શંકાના સમાધાનમાં કહીએ છીએ કે – છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ વડે ગુણતાં જે સંખ્યાત આવે તેટલા જ સંખ્યાતા ગર્ભજ મનુષ્યો જાણવા. હવે વર્ગ તે શું કહેવાય? અને પાંચમો વર્ગ તે કેવો ? અને છઠ્ઠો વર્ગ તે કેવો ? તે સંબંધમાં કહેવાય છે કે - અહીં કોઈપણ એક અંકરાશિને તે જ અંકરાશિ વડે ગુણીએ તો તે વર્ગ કહેવાય. ત્યાં એકનો વર્ગ તો એક જ હોય છે, માટે એકના વર્ગ વડે સંખ્યાની અધિકતા ન થવાથી તે એકના વર્ગને વર્ગ તરીકે જ ન ગણવો. બે નો વર્ગ ચાર થાય છે, માટે બે એ પ્રથમ અંકરાશિનો ચાર એ પ્રથમ વર્ગ ગણવો. પુનઃ તે ચારનો વર્ગ ૧૬એ બીજો વર્ગ. ૧૬નો વર્ગ ૨૫૬ એ ત્રીજો વર્ગ. પુનઃ એ બસો છપ્પનનો વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીસ (૬૫૫૩૬) એ ચોથો વર્ગ. અને એ ૬પપ૩૬નો જે વર્ગ થાય છે, તે આ દોઢ ગાથા વડે કહેવાય છે. તે આ પ્રમાણે - चत्तारि य कोडिसया, अउणत्तीसं च होंति कोडीओ । अउणावत्रं लक्खा , सत्तट्ठी चेव य सहस्सा ॥१॥ दो य सया छण्णया, पंचमवग्गो इमो विणिद्दिठो । [ ચારસો ક્રોડ, ઓગણત્રીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ અને નિશ્ચય સડસઠ હજાર બસો છડ્યું (૪૨૯૫૮૬૭૨૯૬) એ પાંચમો વર્ગ કહ્યો છે. ] વળી એ અંકરાશિનો પણ જે વર્ગ થાય છે તે આ ત્રણ ગાથા વડે કહેવાય છે. તે આ પ્રમાણે (અર્થાત્ ૪૨૯૫૮૬૭૨૯૬નો વર્ગ આ પ્રમાણે ) लक्खं कोडाकोडीण, चउरासीई भवे सहस्साइं । चत्तारि य सत्तट्ठा, हुंति सया कोडिकोडीणं ॥१॥ चोयालं लक्खाई, कोडीणं सत्त चेव य सहस्सा । तिनि य सया य सयरा, कोडीणं हुंति नायव्वा ॥२॥ पंचाणउई लक्खा, एगावन्नं भवे सहस्साई । छस्सोल सोत्तरसया, एसो छठ्ठो हवइ वग्गो ॥३॥ For Prive Versonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy