________________
વિસ્તારથી સર્યું, તે કારણથી અહીં એ સિદ્ધ થયું કે - અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર અને સૂક્ષ્મસંપ૨ાય એ ત્રણ ગુણસ્થાનોમાં પ્રત્યેકમાં સમકાળે એક સમયે પ્રવેશેલા જીવો જઘન્યથી એક આદિ, અને ઉત્કૃષ્ટથી ચોપન; એટલા મોહનીયકર્મના ઉપશમક કોઈક વખતે પ્રાપ્ત થાય છે. અને અનેક સમયમાં પ્રવેશેલા જીવોની અપેક્ષાએ તો ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ જીવો કોઈ વખતે આ લોકમાં પ્રાપ્ત થાય છે. તેમજ ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પણ એ પ્રમાણે જ જાણવું. [એક સમયમાં પ્રવેશેલા જીવોની અપેક્ષાએ જઘન્યથી એક આદિ અને ઉત્કૃષ્ટથી ચોપન, તેમજ અનેક સમયમાં પ્રવેશેલાની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી સંખ્યાત જીવો પ્રાપ્ત થાય છે. ] ૫૨ન્તુ તફાવત એ છે કે ઉપશમકને બદલે ઉપશાંત શબ્દ કહેવો. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. || કૃતિ ૮-૧-૧૦-૧૧ ગુણસ્થાનવત્તિનીવપ્રમાળમ્ ||૧૪૭||
અવતરણ: હવે આ ગાથામાં મોહનીયકર્મના ક્ષપક અને ક્ષીણમોહી જીવોનું (એટલે ક્ષપકશ્રેણિ સંબંધી ૮-૯-૧૦મા ગુણસ્થાનવર્તી જીવોનું તથા ૧૨મા ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી જીવોનું) પ્રમાણ કહે છે. તે આ પ્રમાણે :
खवगा उ खीणमोहा, जिणा उ पविसन्ति जाव अट्ठसयं । અદ્ઘા સવપુહાં, હોડિવુાં સોનીનં ૫૧૪૮॥
ગાથાર્થ: ક્ષપક અને ક્ષીણમોહી જીવો એક સમયમાં ૧ થી યાવત્ ૧૦૮ સુધી પ્રવેશે છે, અને સર્વ કાળ આશ્રયિ વિચારતાં ઉપશમક તથા ક્ષપકો શતપૃથ અને સયોગી જિન (= ૧૩મા ગુણસ્થાની જીવો) ક્રોડ પૃથક્ત્વ પ્રાપ્ત થાય છે. ।।૧૪૮।।
ટીાર્થઃ અહીં પણ (ક્ષપકશ્રેણિમાં પણ) મોહનીયકર્મના ક્ષપક અને ક્ષીણમોહી ગુણસ્થાનવાળા જીવો આ જગતમાં કોઈ વખત હોય છે, અને કોઈ વખત ન પણ હોય. કારણ કે ક્ષપકશ્રેણિ નિરન્તર ચાલુ રહેતી નથી. તે કારણથી જ્યારે તે ક્ષપકો અને રાગાદિ શત્રુઓને જીતવા વડે ક્ષીણમોહીરૂપ જિનો ક્ષપકશ્રેણિમાં વર્તતા હોય ત્યારે એક સમયમાં સમકાળે ક્ષપકશ્રેણિમાં પ્રવેશ કરવાની અપેક્ષાએ જઘન્યથી એક આદિ, અને ઉત્કૃષ્ટથી એકસો આઠ (૧૦૮) જીવો પ્રાપ્ત થાય છે. અહીં મૂળ ગાથામાં ‘પ્રાપ્યતે = પ્રાપ્ત થાય છે’ એ અર્થવાળો શબ્દ કહ્યો નથી, તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવો. વળી એ જીવો અપૂર્વકરણ - અનિવૃત્તિબાદર અને સૂક્ષ્મસંપ૨ાય એ ત્રણ ગુણસ્થાનોમાં વર્તતા હોય ત્યારે ક્ષવળ કહેવાય, અને શ્રેણિના મસ્તકે પ્રાપ્ત થયેલા એટલે ક્ષીણમોહ ગુણસ્થાનમાં વર્તતા હોય ત્યારે ક્ષીળોહી કહેવાય. [ હવે અહીં ૧૦૮ જ જીવ પ્રાપ્ત કેમ થાય ? તે સંબંધી શંકા - સમાધાન. ] :
પ્રશ્ન:- એ ક્ષપક અને ક્ષીણમોહી જીવો એક સમયમાં સમકાળે પ્રવેશ કરવાની અપેક્ષા એટલા જ (૧૦૮ જ) કેમ પ્રાપ્ત થાય ? અધિક કેમ નહિ ?
,
ઉત્તર:- અહીં સમાધાન એ કહેવાય છે કે ‘વિન્તિ નાવ ગસયં ' જે કારણથી ક્ષપકશ્રેણિમાં એક સમયમાં સમકાળે જઘન્યથી એકાદિ અને ઉત્કૃષ્ટથી યાવત્ ૧૦૮ સુધીના જ જીવોનો પ્રવેશ હોય છે, પણ તેથી અધિક નહિ, એવી સિદ્ધાન્તનો નિયમ છે. (અર્થાત્ સિદ્ધાન્તોમાં એ જ નિયમ કહ્યો છે.) એ તાત્પર્ય છે.
Jain Education International
For Privatrsonal Use Only
www.jainelibrary.org