SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનવાળા જીવો તે પ્રમત્ત સંત તે સામાન્યથી પંદર કર્મભૂમિઓમાં ઉત્પન્ન થયેલાની અપેક્ષાએ ગણીએ તો જઘન્યથી પણ હજારકોડ પૃથફત્વ હોય, અને ઉત્કૃષ્ટથી પણ હજારકોડ પૃથક્વ હોય છે. અહીં બેથી પ્રારંભીને નવ સુધીની સંખ્યા તે “પૃથક્વ” એવી સિદ્ધાન્તસંજ્ઞા છે. તેથી જઘન્યથી પણ બે હજાર ક્રોડથી ઉપર અને ઉત્કૃષ્ટથી પણ નવ હજાર ક્રોડ સુધીની સંખ્યા જેટલા પ્રમત્ત સંયત જીવો હોય છે એમ કહ્યું છે. (એ પ્રમાણે છઠા ગુણસ્થાનવર્તી જીવો ૯000 ક્રોડ સુધીના કહ્યા.) તથા પૂર્વે કહેલા શબ્દાર્થ (સ્વરૂપ)વાળા અપ્રમત્ત મુનિઓ સંખ્યાતા પ્રાપ્ત થાય છે. પ્રમત્ત મુનિઓથી અપ્રમત્ત મુનિઓ અત્યંત અલ્પ હોય છે, એ તાત્પર્ય છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૪૬ નવતર : હવે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન, નવમું અનિવૃત્તિનાદર ગુણસ્થાન, અને દશમું સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન, એ ત્રણ ગુણસ્થાનોમાં મોહનીયકર્મના ઉપશમક (મોહને ઉપશમાવનારા), અને મોહનીયકર્મના ક્ષેપક મોહનો ક્ષય કરનારા) એ બે જ હોય છે, પરંતુ બીજા હોતા નથી. તથા ઉપશાંતમોહરૂપ અગિઆરમાં ગુણસ્થાનમાં તો ઉપશાંત થઈ ગયેલ મોહવાળા જ, અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં ક્ષીણમોહી (જેઓનો મોહ સર્વથા ક્ષય પામેલો હોય તેવા જ) જીવો હોય છે, પરંતુ બીજા નહિ. તે સર્વ સ્વરૂપ પહેલાં ગુણસ્થાનોના વિચારમાં કહેવાઈ ગયું છે, તે કારણથી અહીં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી પ્રારંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાન સુધીનાં પાંચ ગુણસ્થાનોમાં જેટલા જીવો હોઈ શકે તેટલા જીવોનું પ્રમાણ મોહના ઉપશમક, મોહના ક્ષપક, ઉપશાન્તમોહ, અને ક્ષીણમોલ જીવોના પ્રમાણ દ્વારા વિચારવાની ઈચ્છાએ પ્રથમ આ ગાથામાં મોહના ઉપશમક જીવોનું તથા ઉપશાન્ત મોહી જીવોનું પ્રમાણ કહે છે : एगाई भयणिज्जा, पवेसणेणं तु जाव चउपन्ना । उवसामगोवसंता, अद्धं पइ जाव संखेजा ॥१४७॥ થાર્થ ઉપશમક અને ઉપશાન્ત જીવો ભજનાએ = વિકલ્પ એક - બે ઈત્યાદિ પ્રવેશથી હોય, અને ઉત્કૃષ્ટથી ચોપન (૫૪) હોય, અને ઉપશમકાદ્ધ તથા ઉપશાન્તાદ્ધા આશ્રયી ઉત્કૃષ્ટથી સંખ્યાતા સુધી પણ હોય. ૧૪૭થી ટીફાર્થ: અહીં મોહનીયકર્મના ઉપશમક જીવો અને સર્વથા ઉપશાન્ત થઈ ગયેલ મોહવાળા (= ઉપશાન્તમોહી) જીવો આ લોકમાં કદાચિતું હોય, અને કદાચિત્ ન પણ હોય. ત્યાં ન હોવાનું કારણ કે શ્રેણિનો-ઉપશમશ્રેણિનો વિરહકાળ પણ હોય છે માટે. (અર્થાત્ એ જીવો ઉપશમશ્રેણિમાં જ હોય છે, અને ઉપશમશ્રેણિ તો કોઈ વખતે હોય અને કોઈ વખતે ન પણ હોય માટે). ત્યાં જ્યારે એ જીવો કદાચિત્ હોય છે, તો વિકલ્પ એ ઉપશમક અને ઉપશાન્ત જીવો એકાદિ હોય, અર્થાત્ એ પ્રત્યેક એક અથવા બે અથવા ત્રણ ને યાવત્ ચોપન સુધી હોય ૧-૨. મોહનીયકર્મને હજી ઉપશાન્ત કર્યું નથી, પરંતુ ઉપશાન કરવાને તત્પર-સન્મુખ થઈ ગયા છે, તે આઠમ, નવમાં, દશમા ગુણસ્થાનવાળા જીવો ઉપશમ કહેવાય, અને દશમાને અન્ને મોહ શાંત થયા બાદ પ્રાપ્ત થયેલ ૧૧માં ગુણસ્થાનવાળા જીવો ૩૫શાંતમોહી કહેવાય. Jain Education International For Priv 1 Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy