SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ તે મસ્થિતિ કહેવાય. ત્યાં નારકોમાં એક જ જીવની એક જ ભવમાં ૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે. એ પ્રમાણે દેવોમાં પણ (એક દેવની ૩૩ સાગરો૦ જેટલી ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે). તિર્યંચ અને મનુષ્યમાં પ્રત્યેકમાં ત્રણ પલ્યોપમ જેટલી ભવસ્થિતિ છે. એ પ્રમાણે તે કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ તે સૂક્ષ્મ અદ્ઘાપલ્યોપમ અને સૂક્ષ્મ અહ્વા સાગરોપમના પ્રમાણ વડે જ જાણવી. એ પ્રમાણે સિદ્ધાન્તને અનુસારે એ બે કાળપ્રમાણનું બીજું પણ જે કંઈ પ્રયોજન હોય તે કહેવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।તિ મસ્થિતિ:।૧૩૦ના (કાળપ્રમાણમાં પ્રકારના અદ્ઘાપલ્યોપમ કહેવાયા.) ગવતરણ: હવે ક્ષેત્રપલ્યોપમનું નિરૂપણ આ ગાથામાં કરાય છે ઃ बायरसुहुमागासे, खेत्तपसाण समयमवहारे । बायरसुमं खेत्तं, ओसप्पिणिओ असंखेजा ॥१३१॥ ગાથાર્થ: બાદર અને સૂક્ષ્મ ખંડથી ભરેલા પલ્યના આકાશમાં જે ક્ષેત્રપ્રદેશો છે, તેને સમયે સમયે અપહરતાં બાદર અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ થાય, અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓ થાય. ||૧૩૧॥ ટીાર્થ: બાદર અને સૂક્ષ્મ તે બાદ૨સૂક્ષ્મ, એટલે પૂર્વે કહેલા સ્વરૂપવાળા પલ્પમાં રહેલા સ્વાભાવિક અને અસંખ્યાત ખંડ કરેલા જે વાલાગ્નો તેના અવગાહપણાના સંબંધ વડે સંબંધવાળું જે આકાશ, તે આકાશમાં રહેલા જે ક્ષેત્રપ્રદેશો કે જે નિર્વિભાજ્ય આકાશના વિભાગ છે, તેઓને (તે આકાશપ્રદેશોને) પ્રતિસમય એકેક અપહરતાં જેટલો કાળ લાગે તેટલા કાળવાળો અનુક્રમે વાવર ક્ષેત્રપલ્યોપમ અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ થાય, અને તે દરેક એકેક અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલો જાણવો. અહીં તાત્પર્ય એ જાણવાનું કે - બાદર વાલાગ્નો વડે પૂરેલા પલ્યમાં એકેક વાલાગ્રે જેટલો આકાશ અવગાહ્યો છે (રોક્યો છે, અર્થાત્ એક વાલાગ્ર જેટલા આકાશમાં સમાયો છે) તેટલા આકાશમાં દરેકમાં અસંખ્ય ક્ષેત્રપ્રદેશો (આકાશપ્રદેશો) રહેલા છે. કારણ કે - વાલાગ્ન બાદર હોવાથી, અને આકાશપ્રદેશો અત્યંત સૂક્ષ્મ હોવાથી દરેક વાલાગ્ર અસંખ્યાત આકાશપ્રદેશમાં જ અવગાહે છે (રહે છે) તે ઘટિત છે - એ તાત્પર્ય છે. તે સર્વ બાદર વાલાગ્રોએ સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશોમાંથી એકેક આકાશપ્રદેશને એકેક સમયે ઉદ્ધરીએ - અપહરીએ તો તેમાં જેટલો કાળ લાગે તેટલો કાળ તે વાવર ક્ષેત્રપજ્યોપમ કહેવાય, અને તે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણનો જાણવો. કારણ કે એકેક વાલાત્રે અવગાહેલા આકાશપ્રદેશોને પણ એકેક સમયે અપહરતાં ‘અંગુળઅસંવમાને ઓર્કાળો અસંવેજ્ઞા એટલે અંગુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા આકાશપ્રદેશને એકેક સમયે અપહરતાં અસંખ્ય અવસર્પિણીઓ વ્યતીત થાય' એ શાસ્ત્રવચનથી અહીં પલ્યના એક વાલાગ્રસૃષ્ટ આકાશપ્રદેશોને પણ અપહરતાં અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણીઓ લાગે તો વાલાગ્નોએ અવગાહેલા આકાશપ્રદેશને સર્વથા (સમગ્રપણે) અપહરતાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીઓ લાગે તેમાં તો કહેવું જ શું ? તથા તે બાદર વાલાગ્નોને અસંખ્ય અસંખ્ય ખંડ કરવાથી સૂક્ષ્મ થયેલા વાલાગ્નો વડે ભરેલા પલ્યને વિષે એકેક સૂક્ષ્મ વાલાગ્રખંડે જે આકાશ અવગાહ્યું છે, તે પ્રત્યેક આકાશમાં પણ અસંખ્ય અસંખ્ય ક્ષેત્રપ્રદેશો છે જ; કારણ કે તે સૂક્ષ્મ વાલાગ્રખંડ પણ આકાશની અપેક્ષાએ સ્થૂલ જ છે. www.jainelibrary.org Jain Education International ૧૮૪ For Private & Personal Use Only
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy