________________
શ્રેણિ-પ્રતર વિગેરે ક્ષેત્રપ્રમાણની વ્યાખ્યા અહીં કરવામાં આવતી નથી. પરંતુ આગળ તો તે શ્રેણિ-પ્રતર વિગેરેની પણ વ્યાખ્યા કરવામાં આવશે.
અવતરણ: એ પ્રમાણે ઉત્સેધાંગુલનું પ્રમાણ કહ્યું, તેમજ તેનાથી ઉત્પન્ન થયેલાં વેંત-હાથ-ધનુષુ આદિ પ્રમાણો પણ કહ્યાં. અનુક્રમથી પ્રાપ્ત થયેલ પ્રમાણાંગુલ અને તે પ્રમાણાંગુલથી ઉત્પન્ન થયેલ જે વેંત-હાથ-ધનુષુ વિગેરે તેને કહેવાની ઇચ્છાએ ગ્રંથકર્તા આ ગાથા કહે છે. (અર્થાત્ અંગુલ-વેંત-હાથ વગેરે પ્રમાણભેદો પ્રત્યેક ઉત્સેધથી, પ્રમાણથી અને આત્માંગુલથી એમ ત્રણ પ્રકારે છે. તેમાંનો પહેલો પ્રકાર કહીને હવે બીજો પ્રકાર કહેવાય છે ઃ
उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं दुपंचसयं ।
ओस्सप्पिणीए पढमस्स, अंगुलं चक्कवट्टिस्स ॥ १०१ ॥
ગાથાર્થ: એક ઉત્સેધાંગુલને બે પાંચસોગણું (હજાર ગુણ) કરવાથી એક પ્રમાણાંગુલ થાય, અને તેવું પ્રમાણાંગુલ આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તીનું હતું (અર્થાત્ ભરત ચક્રવર્તીનું અંગુલ ૧ પ્રમાણાંગુલ જેવડું હતું). ૧૦૧૫
ટીòાર્થઃ પૂર્વે કહેલા સ્વરૂપવાળું એક ઉત્સેધાંગુલ તે દ્વિપંચશત (બે વાર પાંચસો ગુણ કરે તો તેથી કયું પ્રમાણ થાય ? તે કહે છે - પમાાંશુાં હવદ્ = પ્રમાણાંગુલ થાય, અર્થાત્ એક ઉત્સેધાંગુલને હજાર ગુણ કર્યું છતું ૧ પ્રમાણાંગુલ થાય, એ તાત્પર્ય છે. અહીં ગાથામાં ટુડંવસયગુળ નથી પરંતુ કેવળ દુપંચસયં છે, પરંતુ ‘પદના એક ભાગ વડે પણ સંપૂર્ણ પદ ગ્રહણ ક૨વાનો’ ન્યાય હોવાથી નહિ કહેલો મુળું શબ્દ પણ અધિક ગ્રહણ કરવો. વળી આ ઉત્સેધાંગુલથી પ્રમાણાંગુલ જે હજાર -ગુણ કહ્યું, તે આ અવસર્પિણીમાં પહેલા ચક્રવર્તીનું જ તેવું એક અંગુલ જાણવું. (હવે એ સંબંધમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે -)
પ્રશ્ન:- જો એ પ્રમાણે કહો તો ભરતચક્રવર્તીનું ૧ અંગુલ તે જ પ્રમાĪાદ્યુત કહ્યું એમ ગણાય અને જો એ પ્રમાણે હોય તો ઉત્સેધાંગુલથી પ્રમાણાંગુલ ચારસો ગુણ જ થાય, પરંતુ હજાર ગુણ ન થાય. તેનું કારણ આ પ્રમાણે – ભરતચક્રવર્તી નિશ્ચયે પોતાના અંગુલ વડે અથવા આત્માંગુલ વડે ૧૨૦ (એકસો વીસ) અંગુલ ઊંચા હતાં એમ અનુયોગદ્વાર ચૂર્ણિ વિગેરે ગ્રંથોમાં નિર્ણીત કર્યું છે (કહ્યું છે) તથા ઉત્સેધાંગુલના પ્રમાણથી ગણતાં ૫૦૦ ધનુમ્ (પાંચસો ધનુ‰) ઊંચા હતા. ત્યાં પ્રત્યેક ધનુર્ ૯૬ અંશુલ પ્રમાણવાળું હોવાથી પાંચસો ધનુષ્નાં અડતાલીસ હજાર (૪૮૦૦૦) ઉત્સેધાંગુલ થયાં. અને એમ થતાં એક પ્રમાણાંગુલમાં ૪૦૦ અંશુલ જ પ્રાપ્ત થયાં. કારણ કે – એકસોવીસ પ્રમાણાંગુલ વડે અડતાલીસ હજાર ઉત્સેધાંગુલને ભાગતાં એટલાં જ (૪૦૦) પ્રાપ્ત થાય. તે કારણથી એ પ્રમાણે ગણતાં ભરતચક્રવર્તીનું એક અંગુલરૂપ પ્રમાણાંગુલ તે ઉત્સેધાંગુલથી ૪૦૦ ગુણ જ થાય, પરંતુ ૧૦૦૦ ગુણ ન થાય (માટે હજાર ગુણ કહો છો તે કેવી રીતે ?).
ઉત્તર:- એ વાત જો કે તમોએ સત્ય કહી છે, પરંતુ પ્રમાણાંગુલ (ભરતના અંગુલ)ની અઢી ઉત્સેધાંગુલ જેટલી પહોળાઈ પણ છે, તેથી જ્યારે પોતાની પહોળાઈ સહિત પ્રમાણાંગુલ જેવું
Jain Education International
For Private&rsonal Use Only
www.jainelibrary.org