________________
હજારગણા ઉત્સધાંગુલના પ્રમાણથી બનેલું તે પ્રમUTIIન. અથવા પ્રમાણ વડે પ્રાપ્ત થયેલું અંગુલ તે પ્રમાણાન. કારણ કે એનાથી બીજું કોઈપણ અંગુલ મોટું નથી, તે કારણથી આ અંગુલ જ પ્રમાણ પ્રાપ્ત અંગુલ કહેવાય, એ તાત્પર્ય છે. અથવા સર્વ પ્રકારનો લોકવ્યવહાર અને રાજ્ય વિગેરે સ્થિતિ-મર્યાદા સર્વથી પ્રથમ દર્શાવનાર હોવાથી આ અવસર્પિણી કાળને વિશે તો શ્રીયુગાદિદેવ (શ્રી ઋષભદેવ) અથવા પહેલા ભરત ચક્રવર્તી તે પ્રમાણભૂત પુરુષ ગણાય. તે પ્રમાણભૂત પુરુષનું (શ્રી ઋષભદેવ ભગવાનનું અથવા ભરત ચક્રવર્તીનું) જે અંગુલ ते प्रमाणागुल.
તથા આત્માંગુલમાં તો જે કાળને વિશે જે ભરત ચક્રવર્તી, સગરચક્રવર્તી આદિ મનુષ્યો-પુરુષો શાસ્ત્રમાં કહેલા પ્રમાણયુક્ત હોય (એટલે જેમનાં શરીર શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં હોય) તેવા પુરુષોનો આત્મા (એટલે તે જ પુરુષો) ગ્રહણ કરાય છે, તેથી તેઓના આત્માનું (એટલે તે પ્રમાણયુક્ત પુરુષોનું) જે અંગુલ તે ભાત કહેવાય. (એ પ્રમાણે ત્રણે અંગુલનો વ્યુત્પત્તિ અર્થ કહ્યો.)
ત્રણ અંગુલના ત્રણ ત્રણ પ્રતિભેદ છે. ( [ સૂચિ અંગુલ - પ્રતર અંગુલ - ઘનાંગુલ | વળી એ ત્રણે પ્રકારનું અંગુલ તે પ્રત્યેક ત્રણ ત્રણ પ્રકારનું છે, તે આ પ્રમાણે :
સૂચિ અંગુલ - પ્રતરાંગુલ - ઘનાંગુલ. ત્યાં લંબાઈમાં ૧ અંગુલ દીર્ઘ અને જાડાઈમાં એક આકાશપ્રદેશ જેટલી એવી આકાશપ્રદેશની પંક્તિ-શ્રેણિ તે ૧ સૂવિ કહેવાય. વળી એ સૂચિ અંગુલ સદ્ભાવથી (વસ્તુત:) જો કે અસંખ્ય આકાશ પ્રદેશની સૂચિ-શ્રેણિરૂપ છે, તો પણ અસત્કલ્પનાએ સૂચિ આકારે (સીધી પંક્તિએ) ત્રણ આકાશપ્રદેશ (બિંદુ) સ્થાપીને વિચારવું. તે આ પ્રમાણે છે (એ ત્રણ બિંદુની પંક્તિને સૂચિ અંગુલ ધારવું.)
તથા સૂચિને સૂચિ વડે જ ગુણતાં પ્રતરા થાય છે. એ પણ છે કે વસ્તુતઃ અસંખ્ય આકાશપ્રદેશાત્મક છે, તો પણ અસત્કલ્પનાએ એ જ પૂર્વે દર્શાવેલી ત્રણ પ્રદેશ-બિંદુરૂપ સૂચિને તે જ ત્રણ પ્રદેશવડે ગુણતાં દરેક ત્રણ ત્રણ પ્રદેશની બનેલી ત્રણ સૂચિ- શ્રેણિરૂપ નવ પ્રદેશની સંખ્યાવાળું સ્થાપીને વિચારવું – સમજવું. એ પ્રતરાંગુલની પણ સ્થાપના આ પ્રમાણે | ડ | (એ ૯ બિંદુવાળી ત્રણ પંક્તિઓનું પ્રતરાંગુલ છે).
તથા પ્રતરને સૂચિ વડે ગુણતાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખી સંખ્યાવાળું (સરખા પ્રમાણવાળું) ઘનાન થાય છે. લંબાઈ, પહોળાઈ, જાડાઈ એ ત્રણેય સ્થાનોમાં પ્રદેશોની સંખ્યા સમાન-એક સરખી હોય તો જ “ઘન' બને છે. વળી પ્રતર અંગુલ તો દીર્ઘ અને વિખંભ (લંબાઈ અને પહોળાઈ) એ બે વડે જ પ્રદેશોથી સરખી સંખ્યાવાળું છે (એટલે
૧. ગ્રંથમાં સૂચિ અંગુલની તથા પ્રત૨ અંગુલની સ્થાપના બિંદુઓ સ્થાપીને દર્શાવી છે, પરંતુ ઘનાંગુલની સ્થાપના દર્શાવી નથી, તે આ પ્રમાણે :
અધઃના
મધ્યમાંના ઉપરના
Jain Education International
- ૧૫૬ For Private & Personal Use Only
www.jainelibrary.org