________________
એટલે ઔદયિક અને ઔપશમિક ભાવ વિગેરે ભાવો, અથવા તો પૂર્વે કહેલા ૧૨ ઉપયોગરૂપ જીવપર્યાયો, તે ભાવો વડે રહિત અજીવ-દ્રવ્યો છે, એમ જાણવું એ ગાથાર્થ કહ્યો. ll૮૪
અવતરVT : તે અજીવ-દ્રવ્યો કયા કયા ? એ પ્રમાણે શિષ્યની આશંકા કલ્પીને (તેના સમાધાનરૂપે) રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં અજીવ-દ્રવ્યો કહેવાની ઈચ્છાએ ગ્રંથકર્તા આ ગાથા કહે છે :
ते उण धम्माधम्मा, आगास अरूविणो तहा कालो ।
खंधा देस पएसा, अणुत्तिऽवि य पोग्गला रूवी ॥८५॥ Yથાર્થ : તે અજીવદ્રવ્યો પુનઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ અરૂપી દ્રવ્યો છે, અને કાળ પણ અરૂપી દ્રવ્ય છે. તથા સ્કંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ પણ એ ચાર પ્રકારનાં પુગલો છે, અને તે રૂપી છે. I૮પા
ટીસ્ટાર્થ : તે એટલે પૂર્વ ગાથામાં જે અજીવ-દ્રવ્યો જોયપણે દર્શાવ્યાં છે તે દ્રવ્યો પુનઃ રૂપી અને અરૂપી એ બે પ્રકારનાં છે. આ વાક્યમાં “બે પ્રકારનાં છે' એ શબ્દો અધ્યાહારથી ગ્રહણ કરેલા જાણવા. ત્યાં ઋવિ =અરૂપી એટલે અમૂર્ત દ્રવ્યો કયા છે? તે કહે છે – ઘમ્મા ઘHT TTT એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ તથા એક ઋાનો = કાળદ્રવ્ય એ ચારે અજીવ દ્રવ્યો અમૂર્ત = અરૂપી જાણવાં.
- પાંચ અજીવ દ્રવ્યોનો શબ્દાર્થ અને ભાવાર્થ ત્યાં પોતાની મેળે જ ગતિ-ક્રિયા પરિણત થયેલા (એટલે ગતિક્રિયામાં પરિણમતા, ગતિ ક્રિયા કરતા) એવા જીવ અને પુગલોને પોતાના સ્વભાવરૂપ ઉપખંભ- આલંબન દ્વારા જે ધારણ કરી રાખે અથવા ધારણ કરે તે (અર્થાત્ ધર્માસ્તિકાયનો સ્વભાવ ગતિક્રિયામાં પરિણત થયેલા જીવોને અને પુદ્ગલોને તેઓની ગતિક્રિયામાં સહાયક થવું તે છે, તેવા પ્રકારના સ્વભાવ વડે જીવ-પુદ્ગલોને ગતિમાં સહાય કરે તે) ધર્મ કહેવાય. અને ઉક્તિ એટલે પ્રદેશો, તેનો વાય- સમૂહ-સંઘાત તે તિજાય. અને “ધર્મ અને તે અસ્તિકાય” એવો સમાસ છે માટે ધર્માસ્તિકાય એ શબ્દ સિદ્ધ થયો. અર્થાત્ સર્વ લોકાકાશમાં વ્યાપીને રહેલ અને અસંખ્ય પ્રદેશવાળો એવો એક પદાર્થવિશેષ ધર્માસ્તિકાય છે. તથા તેવી જ રીતે પોતાની મેળે જ) ગતિક્રિયામાં પરિણત થયેલા જીવ- પુદ્ગલોને તેવા સ્વભાવપણે જે ધારણ ન કરે તે ઉધમસ્તિીય કહેવાય. અર્થાત્ જીવ-પુગલોને સ્થિર રહેવામાં આલંબનભૂત જે દ્રવ્ય તે અધર્માસ્તિકાય, એ તાત્પર્ય છે. શેષ સર્વ સ્વરૂપ ધર્માસ્તિકાયતુલ્ય જાણવું. (એટલે અધર્માસ્તિકાય પણ ધર્માસ્તિકાયવત્ સર્વ લોકમાં વ્યાપી રહેલો અને અસંખ્ય પ્રદેશવાળો એક પદાર્થ છે. તથા અસંખ્ય પ્રદેશરૂપ તિનો છાંય = સમૂહ હોવાથી એ અધર્મ દ્રવ્ય પણ અસ્તિકાય છે).
તથા સર્વ પદાર્થોને આકાશન કરનાર હોવાથી આકાશદ્રવ્ય કહેવાય છે. અહીં તાત્પર્ય એ છે કે – પદાર્થસમૂહો, જેને વિષે, મર્યાદા એટલે કે તે (આકાશદ્રવ્યોનો સંયોગ થવા છતાં પોતપોતાના રૂપમાં જ રહેવાની અને સર્વથા તે (આકાશ)ના સ્વરૂપમાં ઓગળી ન જવારૂપ
Jain Education International
૧૪૦. For Private & Personal Use Only
www.jainelibrary.org