________________
સલ્વે તરવUTT નીવા = તે પૂર્વે કહેલા બારે પ્રકારના ઉપયોગ તે જીવનું લક્ષણ છે, એટલે જીવપણું જાણવાનો ઉપાય છે. તે લક્ષણ – સામાન્યથી જે સર્વ જીવોને છે તે સર્વે જીવો તલક્ષણા' એટલે ઉપયોગ લક્ષણવાળા છે. અર્થાત્ સામાન્યપણે એ બારે ઉપયોગ જીવનાં લક્ષણ તરીકે ગણાય છે. અને વિશેષથી જાણવાની ઈચ્છા થયે છતે તો એકેન્દ્રિયોને, કીન્દ્રિયોને અને ત્રીન્દ્રિયોને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન તથા અચક્ષુદર્શન એ ૩ ઉપયોગ છે, તેથી ત્રણ જ ઉપયોગ એકેન્દ્રિય જીવોનાં લક્ષણ તરીકે જાણવાં. તથા ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયોને તો ત્રણ ઉપયોગ એજ, અને ચોથો ચક્ષુદર્શન ઉપયોગ છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય વિગેરેને અનેક જીવની (જુદા જુદા જીવની) અપેક્ષાએ એ બારે ઉપયોગ પ્રાપ્ત થાય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયોમાં એકેક જીવની અપેક્ષાએ જેટલા ઉપયોગ પ્રાપ્ત થવા યોગ્ય છે તેટલો ઉપયોગ પોતાની બુદ્ધિ વડે વિચારવા. (અર્થાત્ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં એક મનુષ્યને અથવા એક દેવને અથવા એક નારકને અથવા એક તિર્યંચને બારે ઉપયોગ વર્તતા હોય છે એમ નથી, પરન્તુ કોઈને કેટલા તો કોઈને કેટલા ઉપયોગ વર્તે છે, તે સર્વ સ્વબુદ્ધિ વડે વિચારવા).
એ પ્રમાણે ઉપર કહેલા સ્વરૂપવાળા બાર પ્રકારના ઉપયોગ વડે અજીવથી વ્યાવૃત્ત (જુદા પડતા) એવા જીવો ઓળખાય છે, તે કારણથી જીવોને તે બાર પ્રકારના ઉપયોગરૂપ લક્ષણવાળા કહ્યા છે, પરન્તુ અજીવોને નહિ; કારણ કે તે અજીવોમાં પૂર્વે કહેલા સ્વરૂપવાળા ઉપયોગનો અભાવ છે, એ તાત્પર્ય છે. વળી બીજા ગ્રંથોમાં જે કહ્યું છે કે “ઉપયો/નક્ષણો નીવ: ' (તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં ઉપયોગી નક્ષપ એ સૂટા છે) તે જીવ-સામાન્યની તેમજ સામાન્ય નિર્વિશેષ) ઉપયોગની અપેક્ષાએ કહ્યું છે, એમ જાણવું. કારણ કે કોઈપણ જીવના જીવત્વનો કોઈ એક પ્રકારના પણ ઉપયોગમાત્ર સાથે કદાચિત્ પણ વ્યભિચાર નથી, માટે જ
૧. અહીં ચાર ગતિમાં એક જીવની અપેક્ષાએ કેટલા ઉપયોગ હોય તે દર્શાવાય છે – એક નારકને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રત એજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શન એ ૯ ઉપયોગ ભિન્નકાળ આશ્રયિ હોય, અને સમકાળે તો લબ્ધિથી ત્રણ જ્ઞાન હોય તો ત્રણ અજ્ઞાન ન હોય અને ત્રણ અજ્ઞાન હોય તો ત્રણ જ્ઞાન ન હોય, માટે બેમાંથી ગમે તે ત્રણ ઉપયોગ રહિત ૬ ઉપયોગ હોય. એક દેવને પણ લબ્ધિથી ભિન્નકાળ આશ્રયિ એજ ૯ ઉપયોગ, અને સમકાળે નારકવતુ ૬ ઉપયોગ હોય, કારણ કે જ્ઞાન – અજ્ઞાનમાં વિરોધી ૩ ઉપયોગ ન હોય. એક મનુષ્યને ભિન્નકાળ આશ્રયિ ૧૨ ઉપયોગ હોય, અને સમકાળે ૪ જ્ઞાન અને ૩ દર્શન (કેવળજ્ઞાન - દર્શન વિના) એ ૭ ઉપયોગ હોય. એક સમૂ૦ મનુષ્યને બન્ને રીતે બે અજ્ઞાન અને અચક્ષુદર્શન એ ૩ ઉપયોગ હોય. એક ગર્ભજ તિર્યંચને પણ ૯ ઉપયોગ તથા ૬ ઉપયોગ દેવ વા નારકવતુ વિચારવા. એક સમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ૬ ઉપયોગ ભિન્નકાળ આશ્રયિ હોય, અને સમકાળે તો જ્ઞાન-અજ્ઞાનમાં વિરોધી બે જ્ઞાન વા અજ્ઞાન ન હોય તેથી ૪ ઉપયોગ હોય. એ પ્રમાણે ગતિની અપેક્ષાએ પણ એક જીવ આશ્રય ઉપયોગ સામાન્યથી કહ્યા જાણવા, કારણ કે વિશેષથી વિચારતાં તો દરેક ગતિના પ્રતિભેદ અનેક છે, માટે તે દરેકમાં જુદો જુદો વિચાર કરવાથી ઘણો વિસ્તાર થઈ જાય. તથા જેમ ગતિમાર્ગણામાં વિચાર કરાય છે, તેમ જાતિમાર્ગણા વિગેરે શેષ માર્ગણાઓમાં તથા તે દરેક માર્ગણાના ઉત્તરભેદમાં અને પ્રતિભેદમાં ઉપયોગનો વિચાર ઘણા વિસ્તારવાળો હોવાથી તે સર્વ પોતાની બુદ્ધિથી વિચારવું. અહીં તો સામાન્યથી ગતિમાર્ગણામાં એક જીવ આશ્રયિ સામાન્યથી ઉપયોગની પ્રાપ્તિ યથાસંભવ દર્શાવી છે. ૨. અર્થાતુ કોઈપણ જીવનું જીવત્વ એટલે કોઈપણ જીવ બાર પ્રકારમાંના ઉપયોગમાંના કોઈપણ પ્રકારના ઉપયોગવાળો અવશ્ય છે, અર્થાતુ જીવ ત્યાં ઉપયોગ, અને ઉપયોગ ત્યાં જીવ, તથા જીવ નહિ તો ઉપયોગ નહિ, અને
ઉપયોગ નહિ તો જીવ પણ નહિ, એવા પ્રકારનો સંબંધ તે વ્યભિચારરહિત ગણાય. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org ૧૩૮