________________
સર્વે અપર્યાપ્ત જીવો ઓજઆહા૨વાળા જાણવા, તથા પર્યાપ્ત જીવો લોમઆહારવાળા જાણવા, અને પર્યાપ્ત જીવોમાં પ્રક્ષેપઆહાર ભજ`નાએ (વિકલ્પ) હોય છે ।।૧।। એકેન્દ્રિયોને, દેવોને અને નારકોને પ્રક્ષેપઆહાર નથી, અને શેષ સર્વ સંસારી જીવોને પ્રક્ષેપ આહાર હોય છે.’
પ્રશ્ન:- ભવનપતિ આદિ દેવોને મન વડે ચિંતવવા માત્રથી જ આહાર પ્રાપ્ત થાય છે, તો તે ચિંતવનમાત્રથી પ્રાપ્ત થતા આહારરૂપ ચોથો ભેદ પણ સંભવે છે, છતાં આ ગ્રંથમાં કેમ કહ્યો નથી ? (એટલે મનઃચિંતિત - આહારસહિત આહાર ચાર પ્રકારનો કેમ ગણતા નથી ?)
ઉત્તર:- જો કે આ વાત સત્ય છે. પરન્તુ મનોઆહારમાં હાથ વિગેરેથી, મુખમાં નહિ પ્રક્ષેપેલાં આગન્તુક પુદ્ગલો જ (સ્વતઃ ગ્રહણ થતાં પુદ્ગલો જ) આહારરૂપે પરિણમે છે, અને લોમાહારમાં પણ એમ જ થાય છે (એટલે લોમાહારમાં પણ મુખમાં નહિ પ્રક્ષેપેલા, પરન્તુ સ્વતઃ પ્રાપ્ત થયેલાં પુદ્ગલો જ આહા૨૫ણે પરિણમે છે.) તે કારણથી એવા પ્રકારની તુલ્યતા સમાનતામાત્રથી મનશ્ચિંતિત આહારને લોમાહારમાં જ અન્ન ર્ગત ગણ્યો છે, પરન્તુ તે આહા૨ને આગમમાં પણ જુદો ગણાવ્યો નથી, માટે એ બાબતમાં કોઈ વિરોધ નથી.
આ રીતે, વિગ્રહગતિવાળા, સમુદ્દાતપ્રાપ્ત કેવલી, અયોગી, અને સર્વ સિદ્ધ એ સિવાયના સર્વે સંસારી જીવો પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રણે પ્રકારના આહારને યથાસંભવ (જેને જેવી રીતે સંભવે છે તે તેવી રીતે) ગ્રહણ કરે છે તેથી તે આહારક છે જ. એ ગાથાર્થ કહ્યો. ૫૮૨
એ પ્રમાણે બહારી અને અનાહારી જીવોનું સ્વરૂપ કહ્યું. હવે તે આહારી- અનાહારીપણું ગુણસ્થાનરૂપ જીવભેદોમાં વિચારવું જોઈએ, પરન્તુ તે ગુણસ્થાનોમાં આહારનો વિચાર સુગમ હોવા વિગેરેરૂપ કોઈપણ કારણથી ગ્રંથકર્તાએ કર્યો નથી. માટે મુગ્ધ (અજ્ઞાન) શિષ્યોના અનુગ્રહ માટે અમો જ તે બાબતનો વિચાર કહીએ છીએ.
॥ ગુણસ્થાનોમાં આહારીપણું અને અનાહારીપણું
ત્યાં અનાહારીપણામાં મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન, અવિરત સમ્યગ્દષ્ટિ, અયોગી કેવલી, અને સમુદ્દાતમાં ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં વર્તતા સયોગી કેવલિઓ હોય છે, પરન્તુ શેષ ગુણસ્થાનવાળા જીવો હોતા નથી. તે આ પ્રમાણે - અયોગી કેવલી અને ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં સમુદ્દાતવર્તી કેવલી, એ બેને વર્જીને શેષ સર્વે સંસારી જીવો વિગ્રહગતિમાં જ અનાહારક સંભવે છે, પરન્તુ બીજે નહિ. અને તે વિગ્રહગતિ પૂર્વભવમાંથી મરણ પામીને પરભવમાં જતાં (માર્ગમાં વહેતા) જીવોને જ હોય છે. અને સમ્યમિથ્યાદૃષ્ટિ (મિશ્રગુણસ્થાનવાળા જીવો) તો મિશ્રગુણસ્થાનમાં રહ્યા છતાં મરણ જ પામતાં નથી, ન
૧. પર્યાપ્ત જીવોમાં દેવ - નારકને પ્રક્ષેપ આહાર ન હોય, અને મનુષ્યાદિને હોય માટે ભજના.
૨. લોમાહાર બે પ્રકારનો છે, આપોનિષ્ઠ એટલે બુદ્ધિપૂર્વક ગ્રહણ થતો, અને નામોનિષ્ઠ એટલે ઈચ્છા વિના સ્વતઃ પ્રાપ્ત થતો. ત્યાં દેવનો આભોગિક આહાર ‘મનોભક્ષી’ નામથી સિદ્ધાન્તોમાં કહ્યો છે, અને તે ઘણાં કાળના આંતરે આંતરે હોય છે. નારકને મનોભક્ષી લોમાહાર નથી, ૫૨ન્તુ પ્રતિસમય આહારનો અભિલાષ હોવાથી અશુભ પુદ્ગલો પ્રતિસમય ગ્રહણ કરે છે, તે આભોગિક લોમાહા૨માં ગણાય છે.
For Privaersonal Use Only
Jain Education International
www.jainelibrary.org