________________
ઋજુગતિ અને વક્રગતિનું સ્વરૂપ દર્શાવવા પૂર્વક આહારી - અનાહારીપણું કહેવાય છે) -
_ઋજુગતિ અને તેમાં આહારીપણાનું સ્વરૂપ છે જ્યારે જીવનું મરણસ્થાનથી આગળના ભવનું (પરભવનું) ઉત્પત્તિસ્થાન ઉપર, નીચે અથવા તિÚ પણ જો સમશ્રેણિએ સીધું હોય છે, તો તે જીવ તે સ્થાન એક જ સમયમાં પામે છે (એટલે જુગતિ વડે જીવ ઉત્પત્તિસ્થાને એક જ સમયમાં પહોંચી જાય છે), તે 2 કુતિ કહેવાય. એ જુગતિમાં તો જીવ નિશ્ચયથી આહારી જ હોય છે; કારણ કે ત્યાગ કરવાયોગ્ય પૂર્વભવનું શરીર છોડતાં, અને ગ્રહણ કરવાયોગ્ય પરભવનું શરીર ગ્રહણ કરતાં બન્ને શરીરના સ્પર્શનો સદુભાવ હોવાથી ગ્રહણ કરવાયોગ્ય (આહરવા યોગ્ય) પુદ્ગલોના વ્યવચ્છેદનો અભાવ હોવાથી (એટલે બન્ને સ્થાનમાં આહરવાયોગ્ય પુદ્ગલોનો સદ્દભાવ હોવાથી) ઋજુગતિમાં આહારી જ હોય છે, એ નિશ્ચય છે.
| વક્રગતિ અને તેમાં અનાહારીપણાનું સ્વરૂપ || જ્યારે મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન કંઈક વક્ર હોય, એટલે જેમ ઈશાન કોણના ઉપરના ભાગથી અગ્નિખૂણાનો નીચેનો ભાગ ઉત્પન્ન થવા યોગ્ય હોય તો, જીવ પહેલા સમયે ઈશાન ખૂણાના ઉપરના ભાગથી (એટલે ઊર્ધ્વ ઈશાનકોણથી) અગ્નિખૂણાના ઉપરના ભાગમાં (ઊર્ધ્વ અગ્નિકોણમાં સીધો) જઈને તેની નીચેના ભાગમાં જે ઉત્પત્તિસ્થાન આવેલું છે, તે ઉત્પત્તિસ્થાન સન્મુખની સમશ્રેણિએ આવે, (એટલે ઉપરના જ ભાગમાં સીધો આવે); કારણ કે જીવોની અને પુદ્ગલોની ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે છે, માટે પ્રથમ સમયમાં ઉત્પત્તિસ્થાનની પ્રાપ્તિ થાય નહિ. ત્યારબાદ બીજે સમયે બીજી વક્રશ્રેણિના આરંભરૂપ વિગ્રહ કરીને જીવ ત્યાં ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય (એટલે ઉત્પત્તિસ્થાનની સમશ્રેણિએ રહેલા ઉપરના ભાગમાં પહેલા સમયે આવેલો જીવ બીજે સમયે ત્યાંથી સીધો નીચે ઊતરી ઉત્પત્તિસ્થાનમાં આવી જાય છે). તે વિકૃતિ કહેવાય છે. કારણ કે વક્ર એવી બીજી શ્રેણિના આરંભરૂપ એક વિગ્રહ વડે ઉપલક્ષિત (ઓળખાયેલી) ગતિ તે વિગ્રહગતિ છે. આ બે સમયવાળી ઋવિગ્રહ ગતિમાં પહેલે સમયે પૂર્વશરીર છોડેલું હોવાથી, અને પરભવનું શરીર હજી પ્રાપ્ત થયેલું નહિ હોવાથી જીવ અનાહારી છે એમ પ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી) આદિ સિદ્ધાન્તોને અનુસરનારા આચાર્યો કહે છે. કારણ કે પરમવપતને સાડો (પરભવના પહેલા સમયે કેવળ શાટ એટલે પુદ્ગલોનું મોચન જ હોય છે, એવું વચન છે. મૂકાતું એવું પૂર્વભવનું શરીર તે આ પહેલા સમયમાં મુક્ત (મૂકાયેલું) એટલે અભાવાત્મક થયેલું ગણાય છે, માટે તે વખતે જીવ અનાહારી હોય છે એમ “પ્રજ્ઞપ્તિ આદિને અનુસરનારા માને છે. અહીં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ (સમાપ્તિકાળ) એ બેને અભિન્ન માનવારૂપ નિશ્ચયનો આશ્રય તે આચાર્યોએ કરેલો હોવાથી એ પ્રમાણે માને છે, એ તાત્પર્ય છે.
અને શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકા વગેરેને અનુસરનારા આચાર્યો તો એમ માને છે કે – એમાં (એકવિગ્રહ ગતિમાં) પહેલા સમયે પણ જીવ અનાહારી હોતો નથી, કારણ કે તે પૂર્વભવનું
Jain Education International
For Privl
Personal Use Only
www.jainelibrary.org