________________
ધિક્કાર છે,’ એવી ચિંતા કોઈ વખત પણ કરે, તો તેવો જીવ એ અને બીજા પ્રકારનાં પણ ચિહ્નો વડે ભવ્ય છે એમ જણાય છે. અને જે જીવને કોઈપણ કાળે એવા પ્રકારની ચિંતા ઉત્પન્ન થઈ નથી, થતી નથી, અને થવાની પણ નથી, તે જીવ અભવ્ય જણાય છે, એમ વૃદ્ધ પુરુષો કહે છે. જે કારણથી નીવારવામાં કહ્યું છે કે – મધ્યસ્થ દિ મબામબશયા ૩માવાતું ઇત્યાદિ. (અભવ્યને ભવ્ય છું કે અભવ્ય ? એ શંકાનો અભાવ હોવાથી – ઇત્યાદિ.) એ પ્રમાણે સંક્ષેપથી ભવ્ય અને અભિવ્યનું સ્વરૂપ કહ્યું. અને હવે મૂળગ્રંથકર્તા પોતે જ તે ભવ્યમાં અને અભવ્યમાં ગુણસ્થાનરૂપ જીવસમાસોને (જીવભેદીને) અવતારવાને - નિરૂપણ કરવાને (આગળની) ગાથા કહે છે. ઈતિ ૭૪મી ગાથાનો ટીકાર્થઃ !!૭૪ll
मिच्छद्दिट्रिठ अभव्या, भवसिद्धीया य सव्वठाणेसु ।
सिद्धा नेव अभव्या, नवि भव्वा हुंति नायव्वा ॥७५॥ ગાથાર્થ: અભવ્યો મિથ્યાષ્ટિ ગુણસ્થાનવાળા (ગુણસ્થાનમાં) જ હોય છે, અને ભવ્ય જીવો સર્વ ગુણસ્થાનોમાં હોય છે. તથા સિદ્ધના જીવ તો અભવ્ય પણ નહિ તેમ ભવ્ય પણ ન હોય એમ જાણવું / ૭પ //
ટીકાઃ અભવ્ય જીવો સર્વદા મિથ્યાદૃષ્ટિ જ હોય છે, અને સાસ્વાદન આદિ ગુણસ્થાનો તેઓને કદી પણ પ્રાપ્ત થતાં નથી. તે સાસ્વાદનાદિ ગુણસ્થાનો તો કેવળ ભવ્યને વિષે જ પ્રાપ્ત થાય છે. તથા ભવસિદ્ધિક એટલે ભવ્ય જીવો તો મિથ્યાદૃષ્ટિ આદિ સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. અર્થાતુ મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અયોગી કેવલી સુધીનાં સર્વે-ચૌદ ગુણસ્થાનો ભવ્ય જીવોને વિષે પ્રાપ્ત હોય છે. કારણ કે તીર્થકર વિગેરે જીવોને પણ અનાદિકાળમાં પહેલું મિથ્યાવૃષ્ટિ વિગેરે ગુણસ્થાન હતું.
તથા સિદ્ધ પરમાત્માઓ એટલે ક્ષય પામ્યા છે સર્વે કર્યો જેના એવા જીવો અભવ્ય તો હોય જ નહિ; તેમજ મોક્ષપર્યાયનો અનુભવ કરતા હોવાથી તે સિદ્ધો ભવ્ય પણ ગણાય નહિ એમ જાણવું; કારણ કે (જે ભવિષ્યકાળે મુક્તિરૂપ પર્યાયને પામવાના હોય તે ભવ્ય ગણાય, જ્યારે સિદ્ધ આત્માઓને તો) મુક્તિપર્યાયમાં વર્તતાં હોવાથી તેના ભવિષ્યતુપણાનો અભાવ છે માટે. (અર્થાતુ, તેમને ભવિષ્યમાં મોક્ષ મળશે એમ નથી, પણ વર્તમાનમાં જ તેઓ મુક્ત છે. તેથી તેમનામાં ‘ભવ્ય'ની વ્યાખ્યા પણ નહિ લાગે.) એ ગાથાર્થ કહ્યો. || ત મધ્યમવ્યદ્વારનું //
૩વતUT: એ પ્રમાણે ભવ્યાભવ્ય_દ્વાર કહ્યું, અને હવે સત્વર કહેવાની ઈચ્છાવાળા આચાર્ય પ્રસંગોપાત્ત શિષ્યના ઉપકાર માટે પ્રથમ તો સમ્યdલાભમાં વિઘાત કરનાર કર્મોનું નિરૂપણ કરવા માટે આ ગાથા કહે છે :
मइसुयनाणावरणं, दंसणमोहं च तदुवघाईणि ।
तप्फड्डगाइं दुविहाई, सव्वदेसोवघाईणि ॥७६।। ગાથા: સમ્યક્તનો ઉપઘાત કરનાર મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શન મોહનીય (મિથ્યાત્વ મોહનીય) એ ૩ કર્મ છે, અને એ કર્મોનાં સ્પર્ધકો (રસસ્પર્ધકો) સર્વઘાતી અને દેશઘાતી એમ બે પ્રકારના છે. ||૭૬
Jain Education International
૧૧૫ For Private & Personal Use Only
www.jainelibrary.org