________________
આદિ ત્રણ લેશ્યાઓ હોય' એવો સંબંધ પહેલેથી જ પૃથિવીકાય આદિ બધે સમાનભાવે જોડી દેવો જોઈતો હતો; છતાં તેમ કેમ ન કર્યું?
ઉત્તર :- એ અધ્યાહારનું સ્વરૂપ એ પ્રમાણે નથી, એટલે સર્વ જીવભેદોમાં ૩ લશ્યાનો સદ્ભાવ કંઈપણ વિશેષ વિના પ્રાપ્ત કરવો તે બની શકે નહિ. કારણ કે ઉત્તરાર્ધમાં પૃથ્વી, અપૂ અને વનસ્પતિથી શેષ એકેન્દ્રિયોને ખાસ જુદા જ ગ્રહણ કર્યા છે. જો પૃથ્યાદિ સર્વ જીવોને કંઈ પણ વિશેષતા સિવાય સરખી રીતે ૩-૩ વેશ્યા કહેવાની ઈચ્છા રાખી હોત તો સમુદિતપણે સર્વ એકેન્દ્રિયો કહ્યા હોત, પરન્તુ અગ્નિ-વાયુને જુદા શા માટે કહે ? તે કારણથી એ એકેન્દ્રિયોના ભેદ જુદા પાડવાથી જ ગાથાના પૂર્વાર્ધમાં જુદો અધ્યાહાર ગ્રહણ કરવાની જરૂર સમજાય છે. અને તે અધ્યાહાર પ્રજ્ઞાપનાદિ શાસ્ત્રોના સંવાદ વડે (વચન વડે) પૂર્વે કહ્યો છે તે જ ઘટિત છે. એક શાસ્ત્રી બીજા શાસ્ત્રના વિસંવાદ વડે કહેવાતું હોય એટલે જે રચાતું શાસ્ત્ર પ્રાચીન શાસ્ત્ર સાથે વિસંવાદવાળું-ભિન્ન કથનવાળું થતું હોય, તો તે વિસંવાદી શાસ્ત્ર પ્રમાણ થતું નથી. આ વાતની વિશેષ ચર્ચા વડે સર્યું.
પ્રશ્ન:- ગાથાના ઉત્તરાર્ધમાં કહેલા અગ્નિ-વાયુ આદિ જીવો દ્રવ્યલેશ્યા વડે જ ૩ વેશ્યાવાળા છે કે ભાવલેશ્યા વડે પણ ૩ લે શ્યાવાળા છે ? એવી આશંકાના સમાધાનમાં કહે છે કે :
ઉત્તર :- માવજોસાઈ = અહીં “અપિ” શબ્દનો અધ્યાહાર છે, માટે અગ્નિ-વાયુ આદિ જીવો કેવળ દ્રવ્યલેશ્યા વડે જ ૩ લેશ્યાવાળા છે એમ નહિ, પરંતુ ભાવલેશ્યા વડે પણ એ જીવો પૂર્વોક્ત ૩ લેશ્યાવાળા (કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળા) છે. પરન્તુ આગળ કહેવામાં આવશે તે પ્રમાણે દેવ વિગેરેની માફક ભાવપરાવૃત્તિએ ૬ વેશ્યાવાળા પણ હોય એમ નહિ, એ તાત્પર્ય છે. પૃથ્વી, જળ અને વનસ્પતિ જીવો પણ, દ્રવ્યલેશ્યા વડે અને ભાવલેશ્યા વડે, પૂર્વોક્ત કૃષ્ણાદિ ૩ અશુભ લેશ્યાવાળા જ જાણવા. ફક્ત અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વે કહ્યા પ્રમાણે ચોથી તેજલેશ્યા પણ દ્રવ્યથી એ જીવોને હોય છે.
તથા ભવનપતિ-વ્યન્તરોને તો પૂર્વે કહેલી વેશ્યા તે દ્રવ્યલેશ્યા જ જાણવી. જ્યોતિષી દેવોને પણ દ્રવ્યથી ૧ તેજોલેશ્યા જ જાણવી. પરન્તુ ભાવપરાવૃત્તિએ તો એ ભવનપતિ આદિ દેવોને એ છએ વેશ્યાઓ હોવાનું આગળ કહેવામાં આવશે, એ તાત્પર્ય છે. તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચો દ્રવ્યલેશ્યા વડે તેમજ ભાવલેશ્યા વડે પણ પૂર્વે કહેલી પહેલી ૪ વેશ્યાવાળા જ જાણવા. વળી બીજી વાત એ છે કે - આ ગાથામાં કહેલો અર્થ ઉપલક્ષણ વાળો છે તેથી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોને તથા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચોને દ્રવ્યથી તથા ભાવથી પણ છએ લેશ્યા હોય છે, એમ જાણવું. અને સમૂર્છાિમ મનુષ્ય તથા સમ્મર્શિમ તિર્યંચોને કૃષ્ણાદિ ૩ ૧. અર્થાતુ એ ગાથામાં કહેલા જીવભેદોમાં અસંખ્ય આયુષ્યવાળા નર – તિર્યંચો ઉપલક્ષણવાળા છે, તેથી સંખ્યાત આયુષ્યવાળા નર – તિર્યંચો ગાથામાં ન કહ્યા છતાં પણ અધ્યાહારથી ગ્રહણ કરવા. ઉપલક્ષણ એટલે પરિશેષ - બાકી રહેલા વક્તવ્યનું ગ્રહણ સૂચક.
Jain Education International
For Privatos Personal Use Only
www.jainelibrary.org