SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તથા પબલેશ્યા સંજ્ઞી જીવોને મિથ્યાદૃષ્ટિથી અપ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે, અને શુકુલલેશ્યા મિથ્યાદૃષ્ટિથી સયોગિકેવલી ગુણસ્થાન સુધી (સંજ્ઞી જીવોને) હોય છે. //૭૦ના વ્યારબ્ધાર્થ : કૃષ્ણ, નીલ તથા કાપોત એ પ્રથમની ૩ લેશ્યા મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનથી આરંભીને યાવતુ અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે, પરન્તુ તેથી આગળના દેશવિરતાદિ ગુણસ્થાનમાં હોય નહિ. અહીં તાત્પર્ય એ છે કે – મિથ્યાદૃષ્ટિથી અવિરત સમ્યગુદૃષ્ટિ સુધીના (૪ ગુણસ્થાનવાળા) જીવો જ પૂર્વોક્ત ૩ લેશ્યામાં વર્તે છે. પરંતુ દેશવિરત આદિ જીવો એ ૩ લેંગ્યામાં વર્તતા નથી. કારણ કે દેશવિરતાદિ ગુણસ્થાનવાળા જીવોને તથા પ્રકારનું વિશુદ્ધિપણું હોવાથી, અને કૃષ્ણાદિ ૩ લેશ્યાઓ અવિશુદ્ધ હોવાથી (દશવિરતાદિને કૃષ્ણાદિ લેશ્યાઓ નથી). તથા સંનયંતSારે = “અપરે' એટલે અન્ય આચાર્યો વળી એમ કહે છે કે – સંયત ગુણસ્થાન સુધી એ ૩ લે શ્યાઓ હોય છે. અર્થાત્ મિથ્યાદ્રષ્ટિથી આરંભીને પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધીના જીવો કૃષ્ણાદિ ૩ લે શ્યામાં વર્તે છે, પરંતુ અપ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી જીવો એ ૩ લે શ્યામાં વર્તતા નથી, એ તાત્પર્ય છે. અર્થાત્ દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ તથા પ્રકારની (વિશિષ્ટ) વિશુદ્ધિના અભાવથી એ ૩ અશુભ લે શ્યાઓ તે આચાર્યો અંગીકાર કરે છે, એમ જાણવું. તે પણ સUTSqમાય એમાં સUU = સંસી જીવ ગ્રહણ કરવાથી મિથ્યાષ્ટિ સંજ્ઞી ગ્રહણ કરવો. જેથી તે સંજ્ઞિપંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અપ્રમત્તસંયત સુધીના જીવોમાં તેજલેશ્યા તથા પાલેશ્યા પ્રાપ્ત થાય છે. અહીં સULTUાય એ પદમાં ઘુમય પદની અંદર ૩કાર દેખાય છે, માટે પમાય એટલે જેમાં પ્રમાદ વિદ્યમાન નથી તે અપ્રમાદ – સંયત = અપ્રમત્તસંયત કહેવાય. તે અપ્રમત્તને અત્તે સ્થાપીને (એટલે મિથ્યાદૃષ્ટિને પ્રારંભમાં સ્થાપી અપ્રમત્તને અંતે સ્થાપીએ) જેથી મિથ્યાષ્ટિથી અપ્રમત્ત સુધીના જીવોને તેજ તથા પદ્મ એ બે લેશ્યા છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અપ્રમત્ત સુધીનાં ૭ ગુણસ્થાનોમાં વર્તતા સંજ્ઞી જીવોને તેજલેશ્યા અને પદ્મવેશ્યારૂપ ૨ લેશ્યાઓ વર્તે છે. પરન્તુ અપૂર્વકરણાદિ ગુણસ્થાનોમાં એ ૨ લેક્ષાઓ વર્તતી નથી, કારણ કે અપૂર્વકરણાદિ ગુણસ્થાનોમાં તો કેવળ ૧ શુકુલલેશ્યાનો જ સદ્ભાવ છે. પ્રશનઃ- બીજાં શાસ્ત્રોમાં પૃથ્વી-જળ-વનસ્પતિમાં પણ તેજોલેશ્યા સંભળાય છે. અને આ ગ્રંથમાં તો માત્ર સંજ્ઞી જીવોને જ તેજોલેશ્યા કહી, તો આવો વિરોધ કેમ ? ઉત્તર:- અહીં તુર્તમાં જે વર્ણન કરવામાં આવશે તે વર્ણનના ન્યાય પ્રમાણે લેક્ષા ર પ્રકારની છે ૧. દ્રવ્યથી, ૨. ભાવથી. ત્યાં ઇશાનકલ્પ સુધીના દેવોને આ વર્ણનમાં જ જે દ્રવ્યથી તેજલેશ્યા છે એમ કહેવામાં આવશે, તે દ્રવ્યતેજલેશ્યા સહિત જ કોઈ મિથ્યાષ્ટિ દેવ, દેવોમાંથી અવીને પૃથ્વી અથવા જળ અથવા વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો તે પૃથ્યાદિ જીવને તે તેજોલેશ્યા પૂર્વભવ સંબંધિ છે. અને તે પણ દ્રવ્યતેજલેશ્યા જ છે, તે કારણથી (પૂર્વભવ For Privat 10Xrsonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy