________________
જેમ – અલ્પ પણ ઝેરથી મિશ્રિત અન્ન અપથ્ય-ન ખાવા લાયક જ હોય છે; વળી, જેમ સહેજ પણ અશુચિ પદાર્થથી મિશ્રિત પાણી વિગેરે પણ અશુચિ જ ગણાય છે; તેમ અલ્પ પણ મિથ્યાભાવથી દૂષિત એવું જ્ઞાન તે અજ્ઞાન જ છે. તેથી મિશ્રદૃષ્ટિને મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન - વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાન જ હોય, પણ જ્ઞાનમિશ્રિત અજ્ઞાન નહિ (આ નિશ્ચયનયનો અભિપ્રાય છે).
બીજે સર્વ ઠેકાણે (શાસ્ત્રાન્તરમાં) પણ પ્રાયઃ મિશ્રિદૃષ્ટિને અજ્ઞાની તરીકે જ ગણ્યો છે, એ જાણવું.
‘સન્મ છ૩મામિળિસુમોદિ ત્તિ અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રારંભીને ક્ષીણકષાયછદ્મસ્થ સુધીનાં ૯ ગુણસ્થાનકોમાં આભિનિબોધિક (મતિજ્ઞાન), શ્રુત અને અવધિ - એ ૩ જ્ઞાન હોય છે. ‘વિરામU” ત્તિ. અને વિરત એટલે પ્રમત્તસંયત (૬ઠ્ઠ ગુણ)થી માંડીને ક્ષીણકષાય - છાસ્થ પર્યન્તનાં ૭ ગુણસ્થાનકોમાં ચોથું મનઃપર્યાયજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. (મતિ-શ્રુત-અવધિ અને મનઃપર્યાય એમ ૪ જ્ઞાન હોય છે).
જો કે મન:પર્યાયજ્ઞાન તો અપ્રમત્તસંયત જ પ્રાપ્ત કરે, તો પણ પહેલાં અપ્રમત્તદશામાં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અને પછી પ્રમત્તભાવ પણ પામે, એથી પ્રમત્તમાં પણ મન:પર્યવજ્ઞાનની સત્તા અવિરૂધ્ધ છે. ફ્રેવત્વસના' ત્તિ સમાન છે નામ જેનું તે “સનામા’ - (સમાન નામવાળો) કહેવાય. તેને વિશે અર્થાત- કેવલજ્ઞાનીને, કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાન કેવલજ્ઞાનીને (૧૩-૧૪મે ગુણ૦) હોય છે.
શંકાઃ અહીં દેવની' માં વિર્ષીય “ફનું પ્રત્યય આવ્યો છે, તેથી કેવલ અને કેવલી, એ બંન્ને સમાન નામવાળા નહિ બને?
સમાધાન એમ શંકા ન કરવી. કારણ કે તેટલો ભેદ (૬ પ્રત્યયથી થતો ભેદ) અહીં અવિવલિત રાખ્યો છે.
તે કેવલી સયોગી અને અયોગી એમ બે પ્રકારે છે, તેથી આ બે ગુણસ્થાનકે (૧૩-૧૪ મે) કેવલજ્ઞાન પ્રાપ્ત થાય એ અહીં તાત્પર્ય છે. એ પ્રમાણે ૬૫મી ગાથાનો અર્થ પૂર્ણ થયો. ને ૬પી અવતરણ : આ પ્રમાણે જ્ઞાનદ્વાર કહ્યું, હવે સંયમદ્વાર કહેવાય છે:
अजया अविरयसम्मा, देसविरया य हुंति सट्ठाणे ।
सामाइय छेय परिहार, सुहुम अहखाइणो विरया ॥६६॥ નાથાર્થ : અવિરત સમ્યગદૃષ્ટિ સુધીના અવિરત છે, અને દેશવિરતિવાળા સ્વસ્થાનમાં - દેશવિરતિમાં હોય છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત ચારિત્રાવાળા વિરત છે. ૬ ૬I
વ્યાધ્યાર્થ : અવિરત સમ્યગુદૃષ્ટિથી પ્રારંભીને તેની પહેલાંના સર્વે પણ અયત એટલે અવિરત હોય છે. અર્થાત્ મિથ્યાષ્ટિ-સાસ્વાદન-મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચારે ગુણસ્થાનવર્તી જીવો અસંયમમાં-અવિરતમાં જ પ્રાપ્ત થાય છે. અને દેશવિરત જીવો
Jain Education International
For Private & Zersonal Use Only
www.jainelibrary.org