________________
મન:પર્યવજ્ઞાનનો દ્રવ્યાદિ વિષય અહીં ઋજુમતિ મન:પર્યવજ્ઞાનનો વિષય અઢી અંગુલજૂન મનુષ્યક્ષેત્ર જેટલો ક્ષેત્રથી છે, અને વિપુલમતિ મન:પર્યવનો ક્ષેત્રવિષય સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર જેટલો તેમજ અધિક નિર્મળ છે. વનિથી એટલા જ ક્ષેત્રમાં (રા અંગુલ ન્યૂન અને સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં) ભૂતકાળમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં વ્યતીત થયેલા તથા ભવિષ્યમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં થનારા સંજ્ઞિ જીવોનાં મનરૂપ મૂર્તદ્રવ્યો જાણે છે. દ્રવ્યથી પણ બન્ને મન:પર્યવજ્ઞાનીઓ પોતપોતાના વિષય ક્ષેત્રમાં વર્તતા સંગ્નિ જીવોનાં અનંત મનોદ્રવ્યોને જાણે છે, અને ભાવથી એજ અનન્ત મનોદ્રવ્યના ચિંતનપરિણતિરૂપ પર્યાયો (અનન્ત પર્યાયો, જાણે છે. વળી મન:પર્યવજ્ઞાનીઓ ચિંતવવા યોગ્ય જે બાહ્ય પદાર્થ રૂપી હોય અથવા અરૂપી હોય તો પણ તે ત્રિકાલગોચર પદાર્થને અનુમાનથી જ જાણે છે. (પરન્તુ મનોદ્રવ્યવત્ સાક્ષાત્ ન જાણે.) તે અનુમાન આ પ્રકારનું છે : “જે કારણે આ મનોદ્રવ્યો આ પ્રકારની પરિણતિ (આકાર પરિણતિ) વાળાં છે, તેથી તે આકાર પરિણતિ, તે વ્યક્તિએ તેવા આકાર-પ્રકારના દ્રવ્યની ચિંતા ન કરી હોય તો સંભવે – ઉત્પન્ન થાય નહિ; માટે આ વ્યક્તિએ અમુક અર્થ (દ્રવ્ય)નું ચિંતન કર્યું છે', આમ લેખાક્ષર દેખવાથી (લિપિના અક્ષરો દેખવાથી) જેમ તેનાથી કહેવાતા – સમજાતા અર્થને જાણે તેમ, તે પ્રત્યક્ષ કરેલા મનોદ્રવ્યથી ચિંતવાયેલા અર્થનું- બાહ્ય પદાર્થનું અનુમાન કરે છે, પરન્તુ સાક્ષાત્ જાણી - દેખી શકતા નથી. વળી તે આ બાહ્ય પદાર્થરૂપ વિષય અને અભ્યત્તર મનોદ્રવ્યરૂપ વિષયને ઋજુમતિજ્ઞાની અસ્કુટ (અતિઅસ્પષ્ટ) અને અતિઅલ્પ જાણે છે, અને તેથી અધિક ફુટ અને અતિ ઘણા વિષય વિપુલમતિના શેયપણે જાણવા (એટલે વિપુલમતિજ્ઞાની ઋજુમતિના વિષયથી અધિક સ્પષ્ટ અને ઘણો વિષય જાણે છે). એ પ્રમાણે પ્રતિભેદ સહિત મન:પર્યવજ્ઞાન કહ્યું. || તિ મન:પર્યવજ્ઞાનમ્ |
કેવળજ્ઞાનનું સ્વરૂપ
કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે, માટે તેમાં ઘણા ભેદ હોતા નથી. તે કારણથી શ્રીગ્રંથકર્તાએ દૈવર્ત પુરું એટલે કેવળજ્ઞાન ભેદરહિત એક જ પ્રકારનું છે તેમ કહ્યું છે. ક્ષાયોપથમિક જ્ઞાનોમાં તો પોતપોતાના આવરણના ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી અનેક ભેદ હોવા સંભવે છે, પરન્તુ સર્વ આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલા અને તેથી સાયિકભાવવાળા આ કેવળજ્ઞાનમાં તો ભેદની સંભાવના પણ ક્યાંથી હોય? એ પ્રમાણે આ ૬૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો હશેષ વૃજ્યર્થ આગળ અવતરણમાં કહેવાય છે). T૬૪ો
અવતરણ : એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં સંક્ષેપથી પાંચ જ્ઞાનોનું સ્વરૂપ કહ્યું. હવે પ્રસ્તુત-ચાલુ વિષય જ્ઞાનનો હોવાથી તેના પ્રતિપક્ષી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ૩ અજ્ઞાન પણ કહેવા યોગ્ય છે. ત્યાં મિથ્યાદૃષ્ટિનું જે મતિજ્ઞાન તે જ મતિજ્ઞાન કહેવાય છે, તથા મિથ્યાદૃષ્ટિનું શ્રુતજ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય, અને મિથ્યાદૃષ્ટિનું અવધિજ્ઞાન તે વિમંડજ્ઞાન કહેવાય.
Jain Education International
For Private Gersonal Use Only
www.jainelibrary.org