________________
વતરVT : પૂર્વ ગાથામાં ૫ પ્રકારનું જ્ઞાન કહીને પહેલા આભિનિબોધિક જ્ઞાનના અવગ્રહ ઈત્યાદિ જે ચાર પ્રકાર કહા તે અવગ્રહાદિ ૪ ભેદનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે. તે આ પ્રમાણે :
पंचहि वि इंदिएहिं, मणसा अत्थोग्गहो मुणेयव्यो ।
चक्खिंदिय मणरहियं, वंजणमीहाइयं छध्धा ॥६२॥ ગાથાર્થ : અર્થાવગ્રહ ૫ ઇન્દ્રિયો વડે અને ૧ મન વડે એમ ૬ પ્રકારનો જાણવો, વ્યંજનાવગ્રહ ચક્ષુઇન્દ્રિય તથા મન એ બે રહિત ૪ પ્રકારનો જાણવો, અને ઈહા વિગેરે (ઈહા - અપાય - ધારણા એ ત્રણ ભેદ અર્થાવગ્રહવતું) ૬-૬ પ્રકારના જાણવા. /૬ ૨)
વાધ્યાર્થ : અવગ્રહ ૨ પ્રકારનો છે -૧ વ્યંજનાવગ્રહ, ૨ અર્થાવગ્રહ. ત્યાં જેના વડે શબ્દાદિ અર્થ-વિષય બેન્યતે = પ્રગટ કરાય તે લેક્શન, તે શું? તે કહેવાય છે કે – કદંબપુષ્પ ઇત્યાદિ આકારવાળી શ્રોત્ર-થ્રાણ- રસના-સ્પર્શન એ જ ઉપકરણ ઈન્દ્રિયોનો અને તે ઇન્દ્રિયો સંબંધિ અનુક્રમે શબ્દ-ગલ્પ-રસ અને સ્પર્શ એ જ પ્રકારના પરિણામવાળા દ્રવ્યનો જે પરસ્પર સંબંધ એટલે પ્રથમ ઉપશ્લેષ-સંઘટ્ટન- સ્પર્શમાત્ર તે અહીં બેક્શન કહેવાય. વળી બીજી વાત એ છે કે – ઇન્દ્રિયો વડે પણ અર્થનું-વિષયોનું- પદાર્થોનું વ્યજ્યમાનપણું (પ્રગટ કરવાપણું) હોવાથી એટલે ઇન્દ્રિયો વડે પણ પદાર્થો પ્રગટ થતા હોવાથી અહીં ઇન્દ્રિયોને પણ વ્યંજન કહેલ છે, તેથી ઈન્દ્રિયરૂપ વ્યંજન વડે વિષયના સ્પર્શરૂપ વ્યંજનનું અવગ્રહણ-પરિચ્છેદન-તે વ્યક્તનાવગ્રહ કહેવાય. અહીં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો એ બન્ને વ્યંજન હોવાથી વ્યંજનવ્યંજનાવગ્રહ શબ્દ બનવો જોઈએ, પરન્તુ તેમ ન બનવાનું કારણ કે એક “વ્યંજન શબ્દનો લોપ થયો છે, તેથી વ્યંજનાવગ્રહ શબ્દ થયો છે. અર્થ તરીકે વિચારીએ તો “આ કંઈક છે' એવું અસ્પષ્ટ જ્ઞાન જે આગળ કહેવાતા અર્થાવગ્રહમાં થાય છે, તે અર્થાવગ્રહથી પણ નીચેનું અત્યંત અવ્યક્ત જ્ઞાન માત્ર તે વ્યગ્નનાવપ્રદ કહેવાય. એ વ્યંજનાવગ્રહ ચકું અને મન વર્જીને શેષ ૪ ઇન્દ્રિયોના ભેદથી ૪ પ્રકારનું છે. કારણ કે ચક્ષુ અને મન એ બન્ને અપ્રાપ્યકારી હોવાથી તેને પોતપોતાના વિષયપદાર્થના સ્પર્શનો અભાવ છે. (અર્થાત્ ચક્ષુને તથા મનને સ્વવિષયી પદાર્થના સ્પર્શથી જ્ઞાન થતું નથી), અને વ્યંજનાવગ્રહ તો ઇન્દ્રિય અને તેનો વિષય એ બેના સંબંધને જ ગ્રહણ કરનાર છે. એજ કારણથી સૂરકર્તાએ ગાથામાં વિંત્રિય મારદિય વંનાં એટલે ચક્ષુઈન્દ્રિય તથા મનરહિત શેષ ૪ ઇન્દ્રિયોના વિષયવાળો વ્યંજન એટલે વ્યંજનાવગ્રહ છે, એમ કહ્યું છે. // તિ વનવિપ્રદસ્વરૂપY/I
કર્યતે (જે જણાય તે, શબ્દ-રૂપ વિગેરે) ઇતિ કર્થ. એટલે શબ્દ-રૂપ ઇત્યાદિ ભેદોમાંના કોઈ એક પણ ભેદ વડે અનિશ્ચિત એવા સામાન્ય રૂપનું નવગ્રહ તે ૩થવ કહેવાય, અર્થાત્ “આ કંઈક છે” એવા પ્રકારનું અવ્યક્ત-અસ્પષ્ટાન તે અર્થાવગ્રહ. અને તે પ ઇન્દ્રિય તથા મનસહિત ઉત્પન્ન થતો હોવાથી (એટલે એ ૬ વડે ઉત્પન્ન થતો હોવાથી) અર્થાવગ્રહ ૬ પ્રકારનો છે. તે કારણથી જ શ્રી સૂત્રકર્તાએ ગાથામાં પંઢિવિ સુંઢિહિં મU/સા થોદો એટલે ૫ ઈન્દ્રિયો વડે (અને તે પ ઇન્દ્રિયોને જ્ઞાન કરાવવામાં) કારણભૂત એવા મન વડે તે અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે, માટે અર્થાવગ્રહ ૬ પ્રકારનો કહ્યો છે, એમ જાણવું.
Jain Education International
For Priel & Personal Use Only
www.jainelibrary.org