________________
તેમણે પોતાની પ્રશસ્તિમાં દોહરાવી છે ; અરે, ગ્રંથારંભે જિનનામસ્મરણ કે પોતાના ગુરુને વંદના કરતો મંગલ શ્લોક મૂકવાની પણ તેમણે ખેવના નથી રાખી ! આવી પ્રામાણિકતા અને ઉદારતાનાં દર્શન કોઇ અજૈન ગ્રંથકારમાં થયાનું જાણ્યું નથી.
મધ્યકાલીન યુગમાં જૈન સાધુઓમાં પંચતંત્રના પઠનપાઠનનો પ્રચાર વિશેષરૂપે હશે, એમ જૈન સાધુઓએ પંચતંત્રની વસ્તુ ઉપર રચેલી અનેક રાસકૃતિઓ જોતાં સમજાય છે. પંચાખ્યાન ચૌપાઈ, પંચાખ્યાન રાસ, પંચાખ્યાનોદ્ધાર, પંચાખ્યાન-બાલાવબોધ - આ અને આવાં નામે સંખ્યાબંધ કૃતિઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ખજાનામાં મળી આવે છે, જે પંચતંત્રની કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને જૈન મુનિઓ દ્વારા રચાઇ છે. ઉપાધ્યાય શ્રીમેઘવિજયજીએ પણ, સંસ્કૃતમાં જ, પંચતંત્રોદ્વાર પ્રકારની કૃતિ રચી છે, જે હજી અપ્રગટ છે.
જૈનાચાર્ય શ્રીપૂર્ણભદ્રસૂરિની વાચના ધરાવતા પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન, ઇ.સ. ૧૯૦૮માં, પ્રો. જોહન્સ હટેલ નામના ઇટાલિયન સંસ્કૃતજ્ઞ વિદ્યાને સર્વપ્રથમ કર્યું હતું. તે વિદ્વાને પોતાના જીવનનાં મૂલ્યવાન અનેક વર્ષો આ ગ્રંથની શોધમાં, તેની શુદ્ધ વાચનાના સંપાદનમાં અને તે સાથે તેના પર તુલનાત્મક તથા વિશ્લેષણાત્મક ટિપ્પણીઓ કરવામાં વીતાવ્યાં હતાં, અને આ ગ્રંથસહિત પાંચ વોલ્યુમ્સ તેમણે પંચતંત્ર વિશે પ્રગટ કર્યા હતાં. એક પરદેશી વિદ્વાન પણ, એકલે હાથે, દેશ, ભાષા અને અન્ય અનેકવિધ બંધનો-અવરોધો આવે તો પણ તેને અવગણીને, એક જ ગ્રંથ પાછળ કેવો સમર્પિત થઇ જાય અને તેના માટે કેવી જહેમત લે, તેનો એક આદર્શરૂપ દાખલો ડૉ. હર્ટલનું પંચતંત્રના સંપાદનનું કામ જોતાં આપણને મળી રહે છે. નેવ નેવું પ્રતો મેળવી, તે બધી પ્રતો ઝીણવટપૂર્વક તપાસી જઇ તેમાંથી પાંચેક પ્રતોને આદર્શ રૂપે સ્વીકારવી : પ્રસ્તુત વાચનાને વળી ભારતના અન્ય ભાગોમાં પ્રચલિત એવી પંચતંત્રની અન્યાન્ય વાચનાઓ સાથે તુલનાત્મક નજરે મેળવવી ; અને આ બધાય પ્રયત્નોના ફળરૂપે પૂર્ણભદ્રાચાર્યની અભિપ્રેત વાચનાના શુદ્ધ સંસ્કરણને નિશ્ચિત કરી રજૂ કરવું : આ બધું કેટલું બધું કપરું અને કષ્ટસાધ્ય કાર્ય છે તે સહેજે સમજી નહિ શકાય. આજથી એંસી વર્ષો અગાઉ એક પરદેશી વિદ્વાન માટે ભારતમાં ફરવું, અને ભારતીય રૂઢિપૂજક સમાજના કબજામાંના ભંડારોમાંથી પંચતંત્ર જેવા ગ્રંથની હાથ પોથીઓ કઢાવવી - એ કાંઇ જેવું તેવું કામ નહોતું, બલ્ક અપાર ધીરજ, અનંત સહિષ્ણુતા અને નિષ્ઠાભરી ખંત માગી લેતું અઘરામાં અઘરું કામ હતું.
જે ડૉ. હર્ટલે પંચતંત્રની પ્રસ્તુત વાચના પ્રગટ ન કરી હોત તો પંચતંત્રના પુનઃસર્જનમાંઅધ્યયનમાં એક જૈનાચાર્યનો પણ મહાન ફાળો છે એવું ઐતિહાસિક તથ્ય, આજે પણ કદાચ • આપણા સંઘ-સમાજ માટે અજાણ્યું જ હોત. કેમ કે આપણા સંઘમાં ભાગ્યે જ બે પાંચ સાધુભગવંતોને આ તથ્યની આજે પણ, કદાચ, જાણ હશે; બાકી તો જે કોઇને કહીએ કે “પંચતંત્ર છપાવવું છે કે છપાવ્યું” તો તરત જ કહેશે કે “પંચતંત્ર? આપણે કેમ છપાવવું પડે ?” આ પછી ધીમે રહીને તેમને કહેવામાં આવે કે, “આ તો જૈન આચાર્યની રચના છે.” ત્યારે એકદમ –ક્ષણાર્ધમાં જ પ્રસન્ન અને વળી સંમત થઇ જાય. આજે આપણો વિધાવ્યાસંગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org