________________
313
परिशिष्ट મૂળ રૂપો જોતાં સ્પષ્ટ થાય છે કે અસલ અર્ધમાગધી ભાષા સંસ્કૃત તેમજ પાલિની અત્યન્ત નજીક છે જેથી ‘ત' નો “ર” કે “નો' એવા ફેરફારો ત્યારે નહોતા થતા તેમ સમજાય છે.
ડો. ચન્દ્ર સાચી દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે અને તેમણે રજૂ કરેલા નમૂનારૂપ અભ્યાસ ઉપરતી સ્પષ્ટ થાય છે કે આ અત્યન્ત આવશ્યક પણ છે. તેમની સૂક્ષ્મક્ષિકા અને આવશ્યક કાર્યમાંની પહેલ માટે તેઓ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે, અને આવા મજ્જન દ્વારા પ્રાચીન આગમોના અધ્યેતાઓ ઉપર તેમના દ્વારા મોટો ઉપકાર થયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ નવી દષ્ટિએ બધાં આગમોની સમીક્ષિત આવૃત્તિ (Critical Edition) તૈયાર કરાય એ જરૂરી છે. આ માટે તેઓ “આચારાંગસૂત્ર”થી પ્રારમ્ભ કરવા ધારે છે. આવું ભગીરથ કાર્ય કોઈ સંસ્થા જ કરી શકે, અનેક વ્યક્તિઓનું જૂથ મંડે તો જ સફળ થાય. આ માટે ડો. ચન્દ્ર સર્વ દિશાએથી પ્રોત્સાહનના અધિકારી છે, જેન આચાર્યવર્યો તરફથી પણ તેમને પૂરતું પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા રાખીએ. જો તેમ થશે તો આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ક્રાન્તિ થઈ ગણાશે. વડોદરા
પ્રો. જયન્ત પ્રે. ઠાકર ૧૨-૧-૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org