________________
298
છે.
આગમગ્રંથો, પાલિ ‘સુત્તનિપાત’ અને અશોકના શિલાલેખોના પ્રયોગોની તુલના પરથી ત્રીજા અધ્યાયમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે ‘અર્ધમાગધી'ના પ્રાચીન ગ્રંથો અશોકથી યે જૂના હોવા સંભવ છે અને તેમની રચના મૂળે પૂર્વભારતમાં જ થઈ હતી.
आचाराङ्ग
પછીનો અધ્યાય આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણનું નવી દૃષ્ટિએ કરાયેલું અધ્યયન રજૂ કરે છે. આ મહાન વૈયાકરણ પોતાના ધર્મના આગમોની ભાષા અર્ધમાગધીનું કોઈ વ્યાકરણ આપતા જ નથી તે એક આશ્ચર્યની વાત છે. માત્ર કેટલેક સ્થળે પોતાની ‘વૃત્તિ’માં આ ભાષાની થોડીક લાક્ષણિકતાઓ ‘આર્ષ’ શબ્દ યોજીને નિર્દેશી છે.
પાંચમાં અધ્યાયમાં લેખકે આ ભાષાની ૩૭ લાક્ષણિકતાઓ ચર્ચા છે. આગમગ્રંથોના સંપાદનમાં આ લાક્ષણિકતાઓનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે પાલિ તેમ જ અશોકના પૂર્વીય શિલાલેખોની ભાષા સાથે સામ્ય ધરાવતી મૂળ ‘અંર્ધમાગધી’ સંસ્કૃતની વધારે નજીક છે.
‘ક્ષેત્રજ્ઞ’ શબ્દના અર્ધમાગધી રૂપ વિષેની સરસ ચર્ચાને એક આખો અધ્યાય ફાળવ્યો છે. વિવિધ આવૃત્તિઓમાં આવતાં આ સંસ્કૃત શબ્દનાં કુલ નવ પ્રાકૃત રૂપોનું મુદ્દાસર વિવેચન અહીં કર્યું છે. ‘ક્ષેત્રજ્ઞ' શબ્દનાં નિવિષયક ‘પ્રાકૃત રૂપાંતરો’ ‘àત્તટઞ', ‘àત્તન્ન’, ‘શ્વેતસ્ર’, ‘હેન્ન’ અને ‘ઘેયા' નું ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર વિશ્લેષણ અહીં કરેલું છે. આ સઘળી ચર્ચામાંથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ અર્ધમાગધી રૂપ ‘વ્રુત્તત્ર' જ હતું.
પછીના અધ્યાયમમાં ‘આચારાંગસૂત્ર’ ના ઉપોદ્ઘાતના વાક્ય ‘સુર્ય મે આનસં તેળ (પાઠાંતર તેળ) ભાવયા વમસ્વાયં...'ની શબ્દયોજનાની વિશદ છણાવટ કરી છે.
અંતિમ અધ્યાયમાંના સંક્ષિપ્ત વિવેચન પરથી સમજાય છે કે જુદા જુદા સંપાદકોએ, ઐતિહાસિક વિકાસ, સમય, ક્ષેત્ર અને ઉપદેશકની વાણીના સ્વરૂપને ધ્યાનમાં લીધા વિના જ, પોતપોતાની ભાષાકીય સિદ્ધાન્તોની માન્યતા મુજબ જ તથા, જે સમયની દૃષ્ટિએ ઐતિહાસિક છે જ નહિ અને અર્ધમાગધી ભાષાની વિશેષતાઓને સ્પષ્ટ કરતા જ નથી, તેવા પ્રાકૃત વ્યાકરણકારોના નિયમોના પ્રભાવમાં આવીને, જુદા જુદા પાઠો સ્વીકાર્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણને કોઈ વૈયાકરણ પાસેથી અર્ધમાગધી ભાષાનું વ્યાકરણ સ્પષ્ટતયા પ્રાપ્ત થયું જ નથી ! પરિણામે પ્રાચીનતમ આગમ ‘આચારાંગસૂત્ર'માં યે ભાષાની ખીચડી થઈ ગઈ છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org