________________
૪૮ : આરામશેાભા રાસમાળા
ગારુડિાને જડીબુટ્ટી લઈને જ આવતા બતાવે છે, તા જિનહુષ (સં.) એમને સૂળી લઈને આવતા ભુતાવે છે. રાજસિંહ ગાડિકાને હાથમાં નાગદમની લઈને આવતા વર્ણવે છે તે પણ આવું જ કશુંક સાધન જણાય છે. સમયપ્રમેાદ અને પૂજાઋષિ જડીની સાથે મત્રના નિર્દેશ કરે છે, પરંતુ એક માત્ર વિનયચંદ્ર એમને જા་ગુલી (સમ`ત્ર ?) ખેલતા આવતા વધુ વે છે. શુભવન અને રાજકી(િસ.)એ મંત્રશક્તિની વાત નથી કરી, તેમ ગારુડ કઈ રીતે સજ્જ થઈને આવ્યા છે તે પણ કહ્યું નથી. મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વીગતાની ચેાકસાઈની અપેક્ષા એછી હતી તે આ નાનકડા મુદ્દાની ચર્ચા પરથી દેખાઈ આવે છે.
વિદ્યુત્પ્રભાની સાથે વનને ચાલતું જોઈ એના વિશે દેવતા હોવાના ભ્રમ થાય અને પછી કેટલીક નિશાનીએથી એ દેવતા નથી પણ માનુષી સ્ત્રી છે એમ નક્કી કરવામાં આવે એ થાડીક પ્રાકૃત-સંસ્કૃત કૃતિઓમાં જ જોવા મળે છે. ગુજરાતી કવિઓએ તા આ વીગતના લાભ લીધેા જ નથી. જે ત્રણ પ્રાકૃતસંસ્કૃતના કવિએ આ વીગત મૂકે છે તેમાંથી દેવચંદ્રસૂરિ ભાલાએ આંખા ચાળી તથા, સતિલક એની આંખને પલકારા છે તેથી, અને જિનહ એની આંખને પલકારા છે ને એના પગ જમીનને અડકે છે તેથી એ દેવતા ન હેાવાના નિણૅય થતા બતાવે છે. શુભવન આ કન્યા પાતાલસુંદરી છે, દેવી છે, લક્ષ્મી છે કે ખેચરી છે એવા સ'શયા સાથે એ માનુષી હેાવાના રાજાને નિણૅય કરતા બતાવે છે પણ એ માટે એમણે કશાં કારણા નાંધ્યાં નથી.
જિતશત્રુ કાલવિલ'બ સહી શકે તેમ ન હોવાથી વિદ્યુત્પ્રભા સાથે ગાંધવિવાહ કરે છે એવું લગભગ બધી પ્રાકૃત-સંસ્કૃત કૃતિઓના કર્તા વર્ણવે છે. વિનયચંદ્રે આવું સ્પષ્ટ કહ્યું નથી, પર ંતુ રાજાએ વિદ્યુત્પ્રભાને પત્ની તરીકે પ્રાપ્ત કરી લીધી એવું એક જ વાકયમાં કહ્યું છે તેમાં એવા જ અથ અભિપ્રેત જણાય છે. ગુજરાતીમાં રાજસિંહ અને જિન એ બે કવિએ જ સ્પષ્ટ રીતે ગાંધવ વિવાહની વાત કરે છે. સમયપ્રમાદે એ શબ્દ નથી વાપર્યાં, પણ તરત લગ્ન થઈ જતાં બતાવ્યાં છે. રાજપુત, વિનયસમુદ્ર અને પૂજાઋષિએ આ પરંપરાથી જુદા પડી, પરંપરાગત લગ્નવિધ થતી બતાવી છે. એટલેકે ગાંધર્વાવિવાહની વાત એ સ્પષ્ટપણે છેાડી દે છે. અહીં એ નોંધવું જોઇએ કે ગાંધવવાહ એ કેવળ પ્રેમલગ્નના પ્રકાર છે, એમાં સ્વજનાની સંમતિ પણ અપેક્ષિત નથી ને તેથી કોઈ વિધિ થતી નથી, ત્યારે અહીં વિદ્યુત્પ્રભાના પિતાની સમતિ લેવામાં આવી છે ને વિદ્યુત્પ્રભાએ રાજા પ્રત્યે ખરેખર કાઈ અનુરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org