________________
કર ઃ આરામશોભા રાસમાળા વિનયસમુદ્રમાં એનું નામ પતિને મળતું એટલે કે અગ્નિશમ હવાને ઉલ્લેખ છે ને દેવચંદ્રની કૃતિના પાઠાંતરમાં ચંડરુદ્રા નામ મળે છે. અહીં પણ જ્વલનશિખા નામનું મૂળ દેવચંદ્રમાં છે અને અગ્નિશિખા નામના મૂળમાં સંઘતિલક છે.
બ્રાહ્મણની કન્યાનું મૂળ નામ વિદ્યુપ્રભા અને પછીથી આરામશોભા સમગ્ર પરંપરામાં સમાનપણે મળે છે. એમાં એક માત્ર અપવાદ રાજકીર્તિ(ગુ)નો છે. એ કન્યાનું મૂળ નામ ગોમતી આપે છે ને વિદ્યુપ્રભા શબ્દ એના વિશેષણ તરીકે યોજે છે. અપરમા ને એની પુત્રીનાં નામ પરંપરામાં મળતાં નથી, એ બ્રાહ્મણી કે સાવકી માતા અને ભગિની કે કૃત્રિમ રાણી તરીકે ઉલ્લેખાય છે. એમાં એકમાત્ર અપવાદ રાજકીર્તિ(સં.) છે. એ અગ્નિશર્માની પહેલી પત્નીનું નામ જવલનશિખા અને બીજી પત્નીનું નામ અગ્નિશિખા આપે છે.
પાટલિપુત્ર કે પાટલિપુર(પાડલિપુર) ને એને રાજા જિતશત્રુ એ નામે આખી પરંપરામાં સમાન છે. એકમાત્ર રાજકીર્તિ(ગુ.) જિતશત્રુની આગળની રાણી શ્રીમતી'ને નામથી ઉલેખ કરે છે. રાજ્યના મંત્રીનું નામ કશું નથી.
પાટલિપુરના ઉદ્યાનનું નામ ચંદનવન કે નંદનવન પણ મળે છે. પહેલા નામનું મૂળ નામ દેવચંદ્રમાં છે, બીજાનું સંધતિલકમાં. ત્યાં પધારેલા મુનિવરનું નામ સામાન્ય રીતે વીરચંદ્રસૂરિ છે, માત્ર શુભવધન અને રાજકીર્તિ(સં.) વીરભદ્રસૂરિ નામ આપે છે. ઉદ્યાનનું નામ કેટલાક કવિઓ આપતા નથી, પણ મુનિવરનું નામ તો કેવળ રાજકીર્તિ(ગુ.)એ જ આપ્યું નથી. વનપાલકનું નામ પાલક હોવાનું વિનયચંદ્ર જ કહે છે. જિતશત્રુ-આરામશોભાના પુત્રનું નામ લગભગ બધે મલયસુંદર છે, એકમાત્ર વિનયચંદ્ર એને આરામનંદન તરીકે ઓળખાવે છે ને રાજસિંહ માત્ર પુત્ર તરીકે એને ઉલ્લેખ છે. રાજકીર્તિ(ગુ.)માં આ વાત જ નથી આવતી. - પૂર્વભવવૃત્તાંતમાં ચંપાનગરી અને કુલંધર કે પછીથી થઈ ગયેલું કુલધર, શેઠ એ નામો પરંપરામાં સભાનપણે મળે છે. શેઠની પત્નીનું નામ બધા સંસ્કૃતપ્રાકૃત કવિઓ કુલાનંદા આપે છે. પણ ગુજરાતી માં માત્ર રાજસિંહ કુલાનંદા આપે છે, વિનયસમુદ્ર અને પૂજાઋષિ કુલનંદા આપે છે તો રાજકીતિ અને જિનહષ કાઈ નામ આપતા નથી. સમયપ્રમોદમાં મળતા “સુગુણા' શબ્દ વિશેષણ હોવાનું ઘટાવી શકાય તેમ એ નામ હવાને લાભ પણ આપી શકાય.
કુલધરની સાત પુત્રીઓનાં કમલશ્રી, કમલવતી, કમલા, લકમી, શ્રી, યશદેવી, પ્રિયકારિણી એ નામની વ્યાપક પરંપરા છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાં એમાં બહુ ઓછા નામભેદ દેખાય છે – શુભવર્ધન શ્રીને સ્થાને અકાતરા નામ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org