________________
૩૪ : આરામશોભા રાસમાળા
(૩) કૃત્રિમ આરામશોભાનું શરીર જોઈને રાજ નક્કી કરે છે કે એને પુરુષ મળે નથી, એ કુંવારી સ્ત્રી છે (૧૭૩-૭૪).
(૪) પરંપરાગત કથામાં મંત્રી જે કંઈ કરે છે તે અહીં પણ કરે જ છે, પણ ઉપરાંત કૃત્રિમ આરામશોભાને જોઈને રાજાને થતા આઘાત વખતે એ આશ્વાસન આપે છે, અને બાળકના પારણામાંથી ફૂલ મળે છે તેનું કારણ - આરામશોભા આવી હશે એવું – મંત્રી જ કહે છે. આમ, મંત્રીના પાત્રને કવિએ વધુ કાયસાધક બનાવ્યું છે.
(૫) રાજા પુત્રને જોવા આવેલી આરામશોભા પાસે હઠ પકડે છે કે તું વાત કરીશ પછી જ હું પાણી પીશ. . (૬) રાજા આરામશોભાના માતપિતાના નાક-કાન કાપવાનું માંડી વાળે છે, પણ તેમને દેશવટો તો આપે જ છે.
(૭) પતિએ ત્યાગ કરતાં કુલધરકન્યા અગ્નિપ્રવેશને વિચાર કરે છે અને કેાઈ પંથી એને વારે છે. *
(૮) કુલધરકન્યા માણિભદ્રને પોતાને પતિ પોતાનો સાથ છોડીને ગયો એમ સ્પષ્ટપણે કહે છે. પરંપરાગત કથામાં પોતે સાથથી છૂટી પડી ગઈ એમ કહી એક આર્ય સ્ત્રીની રીતે પતિને અપવાદ આપતી નથી તેવું અહીં નથી થયું.
કવિએ વર્ણનેમાં ખાસ રૂચિ બતાવી નથી. વાસભવન કે છત્રયનું વર્ણન જ નથી. થલાશ્રય કે નાગકુમારનાં વર્ણન અત્યંત સંક્ષિપ્ત છે. વિધુત્રભાના અંગસૌન્દર્યનું વર્ણન કવિ એક સંસ્કૃત શ્લોકથી કરે છે, જે અન્યત્રથી ઉદ્ભૂત થયો હોવાની શકયતા છે. પણ સામાજિક વ્યવહારની વીગતોવાળાં વર્ણન કવિ કરે છે. રાજાના નગરપ્રવેશ વખતે ભરવી, યોગિની, દુર્ગા, ગણેશ કલ્યાણ વાંછે છે, માથે કુંભ ધરીને કુમારિકા રાજાને વધાવે છે તે પહેલાં ત્યાંથી વેશ્યા પસાર થઈને શુકન આપે છે! રાજ ગાંઠે શુકન બાંધીને નગરમાં પ્રવેશ કરે છે (૭૮-૮૨). અપરમા આરામશોભાને સ્થાને પિતાની પુત્રીને મૂકી દે છે તે પછી ઉપચારનું જે નાટક કરે છે તેમાં પણ આવી વીગત છે. માત્ર વૈદને જ નહીં પણ વળગાડ દૂર કરવા મંત્ર-યંત્રને આશ્રય લેવામાં આવે છે ને વાદીને બોલાવવામાં આવે છે, ડાકલાં પણ વગડાવવામાં આવે છે (૧૫૯-૬૦). વ્યંતરદેવોની માન્યતા આમ અહીં પ્રબળપણે વ્યક્ત થઈ છે.
ભાવનિરૂપણ પ્રત્યે પણ કવિની વિશેષ રુચિ છે એમ કહેવાય એવું નથી. વિઘુપ્રભાને સંતાપ ઘણું સંક્ષેપથી વણવાયો છે અને અપરમાના કૃત્રિમ કલ્પાંતને પણ બહેલાવ્યું નથી. પરંતુ કુલધરકન્યાને વિલાપ વિસ્તારથી વર્ણવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org