________________
૧૪ : આરામશોભા રાસમાળા
એ નિર્ણય થયેલે. અહીં એને નિમેષ-ઉન્મેષ થાય છે એવી સ્પષ્ટ વાત છે.
૪. રાજાના ખાદ્ય પદાર્થની પરીક્ષાની વાત અહીં નથી.
૫. આરામશોભાને પિયર મોકલવા માટે મંત્રીનું સમર્થન મેળવ્યાની અહીં વાત નથી. પણ આરામશોભાને મંત્રીની સાથે મોકલવામાં આવે છે.
૬. દેવચન્દ્રસૂરિની કથામાં આરામશોભા ચાર વાર પુત્રને જોવા આવે છે તેવું આ કથામાં પણ બને છે. દેવચન્દ્રસૂરિની કથામાં ત્રીજી રાત્રે રાજા શું થાય છે તે જોવા ઊભો રહે છે, આરામશોભાને જોઈ તે વિચારમાં પડે છે અને તે દરમ્યાન આરામશોભા જતી રહે છે. જેથી રાતે એ આરામશોભાને રોકે છે. સંધતિલકસૂરિની કથામાં રાજા થી રાતે જ શું થાય છે તે જોવા ઊભો રહે છે અને તે જ રીતે આરામશોભાને રોકે છે.
૭. શ્રી દત્ત વસંતદેવને પિતરાઈ હેવાનું અહીં જણાવાયું છે.
૮. દેવચન્દ્રસૂરિએ જિતશત્રુ તથા આરામશોભા બન્નેને ગુરુએ પિતાના પદના પ્રવર્તાવનાર એટલે કે ઉત્તરાધિકારી તરીકે સ્થાપ્યાં એમ કહ્યું હતું. અહીં જિતશત્રુને ગણધર પદે ને આરામશોભાને પ્રવર્તાનીપદે સ્થાપ્યાં એવો ઉલ્લેખ છે, જે વધારે યોગ્ય છે.
પાત્રસ્વભાવ તો આ કૃતિમાં કંઈ બદલાતા નથી, પરંતુ ક્યાંક ક્યાંક એને શેડો વધારે ઉઠાવ અપાયો છે. જેમકે “ઘાસનું તણખલુંય તોડતી નથી” એમ કહી આરામશોભાની ઓરમાન માની આળસુ પ્રકૃતિ પ્રત્યક્ષ કરાવી છે, તે આરામશોભા પ્રસૂતિ માટે પિયર જાય છે ત્યારે ઓરમાન મા પિતાનું મન અપ્રકટ રાખીને દાસીની જેમ કાર્ય કરે છે એમ કહી એની કપટળા બતાવી છે અને કત્રિમ વિલાપ કરતી માતાને “પટકૂટકપટનાટકનટિકા” જેવું ભારે બિરુદ પણ વળગાડયું છે. | મને ભાવનિરૂપણમાં સામાન્ય રીતે થેડી વધારે ફુટતા છે અને કવચિત એકાદ રેખા પણ ઉમેરાયેલી છે. દાખલા તરીકે, પતિ છોડી ગયા પછીને કુલધરકન્યાના વિલાપમાં અહીં “પૂવે કરેલાં કર્મોમાંથી ન છુટાય” “શીલ જીવન કરતાં પણ અધિક છે” વગેરે વિચારે ગૂંથાયા છે અને કેાઈ “ધર્મધનિક” વણિકને આશ્રયે જઈ “અનિંદનીય” કર્મો કરીને ગુજર કરવાની વાત આવે છે.
સંપતિલકસૂરિના કથાનકમાં જે શેડ વિસ્તાર થયેલ છે તેમાં સુવિચારામક ને અર્થાન્તરન્યાસી સુભાષિતાની મદદ સ્પષ્ટ જોઈ શકાય છે. સુખશીલા, આળસુ અપરમાં આવી તેથી વિદ્યુ...ભાનું દુઃખ ઊલટું વધ્યું. આ સંદર્ભમાં વિવૃત્મભા કર્મભેગની અનિવાર્યતાને ઉલેખ કરે છે ને એક સંસ્કૃત અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org