________________
૨૯૬ : આરામ શેક્ષા રાસમાળા જ્ઞાન એટલે શાસ્ત્રો દ્વારા થતું જ્ઞાન. ૩. અવધિજ્ઞાન એટલે રૂપ ધરાવતા પદાર્થોનું અતીન્દ્રિય જ્ઞાન. ૪. મન:પર્યવજ્ઞાન એટલે મનને સાક્ષાત્કાર કરતું જ્ઞાન. આ પછીની ભૂમિકા તે કેવળજ્ઞાનની, જે તીર્થકરોની હેય છે. કેવળજ્ઞાન એટલે ભૂત, ભાવિ બધાંનું જ્ઞાન, સર્વજ્ઞતા. છત્રીસ ગુણ: આચાર્યના છત્રીસ ગુણ આ પ્રમાણે ગણાય છેઃ ૧-૫. પાંચ ઇન્દ્રિયોને સંયમિત કરનાર, ૬-૧૪. બ્રહ્મચર્યની રક્ષા કરનાર નવ નિષેધ (સ્ત્રીની વસ્તી, કથા, આસન, ઈન્દ્રિયનિરીક્ષણ તથા કુડવાંતર – દીવાલની બીજી બાજુ તેમજ પૂવક્રીડાનું સ્મરણ, રસયુક્ત આહાર, અતિઆહાર અને વિભૂષણને ત્યાગ) પાળનાર, ૧૫–૧૮. ચાર કષાયોથી મુક્ત, ૧૯-૨૩. પાંચ મહાવ્રત પાળનાર, ૨૪-૨૮. પાંચ આચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તમાચાર અને વર્યાચાર) પાળનાર, ૨૯-૩૩. પાંચ સમિતિ (જુઓ કડી ૫૦ની નોંધ) પાળનાર, ૩૪-૩૬. ત્રણ ગુપ્તિ (જુઓ કડી ૨૫૦ની નેંધ) પાળનાર.
ર૪૯. ખટકાય : વિવિધ પ્રકારની કાયા ધરાવતા છ જાતના જીવો ઃ પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય (એકથી વધુ ઈન્દ્રિયવાળા).
૨૫૦. પંચ મહાવ્રત: જુઓ ૧.૧૭૬ની નેધ. પંચ કિરિયા: પાંચ હિંસારૂપ પાપક્રિયાઃ કાયિકી (શરીરથી થતી), અધિકરણરૂપ (શસ્ત્રથી થતી), પ્રાષિકી (દેષરૂપ), પારિતાપનિકી (પરિતાપજનક), પ્રાણાતિપાતરૂપ (હત્યા કરનારી). પંચ સમિતિઃ સાધુનાં પાંચ મહાવ્રતની રક્ષા માટેની યનાચારપૂર્વકની, પ્રમાદરહિત પ્રવૃત્તિ તે સમિતિ. એના પાંચ ભેદ– ઈર્ષા સમિતિ (ગમનાગમનવિષયક વિવેક), ભાષા સમિતિ (બેલચાલવિષયક વિવેક), એષણ સમિતિ (ભિક્ષાચર્યાવિષયક વિવેક)આદાનનિક્ષેપણ સમિતિ (વસ્તુઓને લેવા. મૂકવાવિષયક વિવેક), ઉત્સગપ્રતિષ્ઠાપન સમિતિ (મલમૂરવિસર્જનવિષયક વિવેક). ગુપતિઃ સમિતિની સહાયક ગોપન કે નિગ્રહની પ્રવૃત્તિ તે ગુપ્તિ. એના ત્રણ પ્રકાર છે – મને ગુપ્તિ (મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું), વચનગુપ્તિ (મૌન રાખવું કે શાસ્ત્રોક્ત વચન કહેવું), કાયગુપ્તિ (એક આસને બેસવું અથવા સ્થાન-સ્વાધ્યાયમાં કાયા જોડવી). મુખ વાણી અમૃત ખાલિઃ મુખ વાણીરૂપ અમૃતની પ્રણાલિકા - નીક છે એમ અન્વય જણાય છે.
૨૫૧. આહારની ખપ: “ખપ” સ્ત્રીલિંગમાં.
ર૫૭. સિર સેષ ખમઈ નહી જેરઃ સૈન્યને ભાર રોષનું મસ્તક પણ સહન ન કરી શકે એ હતો.
૨૧: દેવગુરુની પાસે જતાં કેટલાક નિયમો પાળવાના હોય છે (જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org