SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ : આરામશોભા રાસમાળા આપ્યું હતું (૧૦). તેથી અહીં “કમલાનિવાસ’ પાઠ હેવે જોઈએ. ૧૦૮, પણિલાજિ: આપણાથી ઝાઝું કાજ ન થાય, પણ કંઈ ન મોકલીએ તો શરમાવાનું થાય. ૧૦૯. ઉહના...હેઈ? આપણા ઘરની સઘળી સમૃદ્ધિ એના ઘરની એકએક સગવડની તોલે ન આવે. ૧૧૧. સિવું...ત્રદ્ધિ : ભાતામાં શું સમૃદ્ધિ જોઈએ? ૧૧૪. પાડલપુરસરિ: પાટલિપુરના પરિસરમાં, પાસે – એમ અભિપ્રેત જણાય છે. પુર” શબ્દને બે બાજુ ઉપયોગમાં લીધો છે. ૧૧૫. થિર થંભ: સ્તંભ જેવી સ્થિર, દુર ન થાય તેવી, મજબૂત. ૧૦૬. જ્ઞાન દેખિઃ જ્ઞાનથી જુએ છે. અહીં જ્ઞાન એટલે અવધિજ્ઞાન સમજવું જોઈએ. અવધિજ્ઞાન માટે જુઓ ૬૨૪૮નું ટિપ્પણ. ૧૧૭. ઘડલાનઇ કેડઇ ઠીકરી: ઘડામાંથી જન્મેલી ઠીકરી ઘડાને ફોડે છે તે કહેવત ખરેખર તો દીકરી માનું અનિષ્ટ કરે ત્યાં લાગુ પડે. અહીં મા દીકરીનું અનિષ્ટ કરે છે. તેથી આ કહેવતને અહીં માત્ર સાંસારિક સંબંધેની વ્યર્થતા બતાવનાર જ ગણવી જોઈએ. ૧૨૧ ઃ પહેલી ઉક્તિ રાજાની છે, પણ બેટી પ્રત્યે બેલ્યો તે બ્રાહ્મણ એની ઉક્તિ પાછળ બીજી પંક્તિમાં છે. ૧૨૪. પાછઇ બઇઠી જેવઈ માઈ: ત્યાં ઘેર અપરમા રાહ જોતી બેઠી છે. ૧૫. કુસલખેમિ ઘરિ આવી લવિઃિ ઘેર આવીને ક્ષેમકુશળના સમાચાર કહે છે. ૧૨૭. એટલે સુલ્યુઃ “સુલ્યુ' એટલે જ “બેટું નીવડયું' (ર.). તેથી અહીં પુનરુક્ત પ્રયોગ છે એમ કહેવાય. ૧૨૮. બાંભણ જાણુઈ હિયડઇ સુધઃ હૃદયમાં નિર્મળ બ્રાહ્મણ એમ સમજે છે કે... ૧૩૨. લાહી લાજઇ વલી સુહાગઃ (પિતાએ ના પાડી હતી છતાં) શરમને કારણે (ફણીની) વહેચણી કરી અને વળી શોભા થઈ, એમ અર્થ જણાય છે. ૧૩૪. માંડી માંડીઃ માંડી – માંડા નામની મીઠાઈ બનાવી. માંડા એ પડવાળી વાનગી જણાય છે. એ ખાંડવાળા એટલે મીઠા અને માળા પણ બનાવવામાં આવતા હશે. ઘઉંના અને મેંદાના તથા પત્રવેટિયા, કરકરા, પૂરણ વગેરે પ્રકારના માંડા વર્ણોમાં નોંધાયેલા છે. ડે. સાંડેસરા માંડાને રોટલીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy