________________
પ્રકાશકીય પ્રાકૃત હિન્દી કેશ” અને “લીલાવઈ-કહા' (અંગ્રેજી ભાષાંતર) પછી આ ત્રીજે ગ્રંથ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં આરામશોભાની કથાને વણું લેતી છ જૂની ગુજરાતીની કૃતિઓ સમાવિષ્ટ છે, જેનું સંપાદન મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી શ્રી જયંતભાઈ ઠારીના સિદ્ધ હસ્તે થયું છે. કથાસાહિત્યમાં, મયકાલીન સાહિત્યમાં અને તુલનાત્મક સાહિત્યમાં રસ ધરાવતા સૌને આ પ્રકાશન ઘણું જ ઉપયોગી જણાશે એવો અમને વિશ્વાસ છે. હસ્તપ્રત મેળવવાથી માંડીને કૃતિના સંપાદન સુધીની કઠિન કામગીરી પ્રા. કોઠારીએ ભારે જહેમત અને દૈયપૂર્વક પાર પાડી છે અને ગ્રંથને અભ્યાસપૂર્ણ ભૂમિકા તથા શબ્દકોશ વગેરેથી સમૃદ્ધ કર્યો છે એ માટે એમના અમે અત્યંત આભારી છીએ.
- શ્રી જયંતિભાઈ કોઠારીને જે સંસ્થાઓએ હસ્તપ્રતો સુલભ કરી આપી છે અને જે વ્યક્તિઓની એમને સહાય મળી છે તે સૌના અમે પણ કૃતજ્ઞ છીએ. આ ગ્રંથનું સંપાદન કરતાં શ્રી જયંતભાઈને ઊભા થતા રહેલા સર્વ પ્રશ્નોમાં હૈ. હરિવલ્લભ ભાયાણી માગદર્શન આપતા રહ્યા છે એ માટે એમને અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈ પટેલના ઉત્સાહભર્યા સહકારને આભારી છે. એમના અને મુદ્રણાલયના સૌ કારીગર ભાઈઓના અમે આભારી છીએ.
આ ગ્રંથના પ્રકાશનખર્ચની પૂરી જોગવાઈ કરી આપીને શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ ટ્રસ્ટ ને એમના ટ્રસ્ટીઓએ તથા આ. પ્રકારનાં વિદ્યાકાર્યોમાં ઊંડો રસ લઈને શ્રી આત્મારામભાઈ સુતરિયાએ અમને અત્યંત ઉપકૃત કર્યા છે.
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. દલસુખભાઈ માલવણિયા તથા ડો. હરિવલ્લભ ભાયાણીનાં પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે એમના આભારી છીએ.
કે. આ ૨. ચન્દ્રા ૨૭ એપ્રિલ ૧૯૮૯
માનદ મંત્રી પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ
અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org