________________
રાજકીતિકે કીતિવિરચિત આરામશોભારાસ સરસતિ સમિણિ વિનવું, માગું નિરમલ બુદ્ધિ, કવિત કરિસુડામણું, સાંભળતાં સુખવૃદ્ધિ. આરામસભા નારી ભલી, જાંણિ સયલ સંસાર, પુણ્યઈ તે ગિઈ હૂઈ, લીસુ તાસ વિચાર. જબૂદ્વીપ દેશ કુશલ, નયર પાડલીપુર નામ, વાપી ફૂપ તડાગ ગઢ, રૂડાં સફલ આરામ. તે નયરી સુરપુર સમી, પરધિ જયણ બાર, ચુરસી ચુહુટાં જિહાં, રૂડાં પિલિપગાર. સહિ પ્રાસાદ જિહાં ઘણા, જન વસિ તિહાં ઉત્તગ, પુણ્ય કરઈ વ્યવહારીયા, ઉછવ નવનવ રંગ. તિણિ નયર રાજા અછિ, જિતશત્ર કર્ણ જિમ નામ, તાસુ તણું યાચક સંવે, કવિ સદા ગુણધામ. રૂપવંત ગુણિ આગલી, શીલવંત સુવિચારિ, તિહૂયણ માહિ દીપતી, શ્રીમતિ અછઈ નારિ. તસુ આસનું ગામડું, સુગ્રામ ઈસિ નામિ, તેણિ સીમિ રૂખ જ નહી, કિમ બેલીજિ નામ.
ચઉપઈ તિહાં વસઈ ગુણવંત અપાર, કિયાકલાપિ કરી સુવિચાર, ચિહું વેદિ વિદ્યાભંડાર, બ્રાહ્મણ અગ્નિસર્મ જગિ સાર. અગ્નિશિખા છઈ તેહની નારિ, રૂપિ રંભ તણિ આJસારિ, બેટી નિરુપમ દેવિ સમાન, વિદ્યુપ્રભા તે ગૌમતિ નામ. આઠ વરસની જવ તે હૂઈ, દૈવસંગિ માતા મૂઈ, કાજકાંમ કરિ ઘર તણાં, ગોરૂ ચારિ નિતુ આપણું. રંધણિ પસણિ લીપણિ તેલ, પસૂ ચારિ દૂખ પાંમિ તેલ, ઘણ ચિંતાવસિ વનવઈ તાત, “સુખનિ કારણિ આણુ માત.” ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org