________________
ભૂમિકા : ૫ ઉગારનાર નૌકા સમાન જિનેન્દ્રોને અનન્યસરીખ ધર્મ પ્રાપ્ત થયો છે. તો એને પ્રાપ્ત કરીને સર્વવિરતિયુક્ત શ્રમણ-અવસ્થા ગ્રહણ કરવી મારે માટે યોગ્ય છે. પણ હું એ કરવા માટે અસમર્થ છું. તો પિતાના ઘરમાં જ રહીને હું ઉગ્ર તપસ્યા કરું.” આમ વિચારીને સવારમાં તે એમ કરવાનો આરંભ કરે છે. (૧૭૩-૭૮)
જ્યારે તપ કરીને એનું શરીર સુકાઈ ગયું ત્યારે વિધિપૂર્વક અનશન કર્યું અને એ કાલધર્મ પામી. પછી સુધર્મ દેવલોકમાં દેવ બની. ત્યાં ચવીને – અન્ય અવતારમાં જઈને એ બ્રાહ્મણુપુત્રી તું રૂપે જન્મી – વિદ્યુત્વભા એ નામથી, અને કંઈક દુઃખભાજન બની. માણિભદ્ર શેઠ પણ પહેલાં દેવ થઈને, પછી ચવીને ફરીને આ નાગકુમાર બન્યા. મિથ્યાત્વથી મેહિત થઈને તે પિતાના ઘરમાં રહીને જે કંઈ પાપ કર્યું તેને વિપાક પહેલા દુઃખનું કારણ થયો. માણિભદ્રના ઘરમાં રહીને તે જે કંઈ કર્મ કર્યું તેના પ્રભાવથી તેને અનન્ય સદશ સુખ પ્રાપ્ત થયું. વળી, તેં જિનમંદિરની વાડી ફરીને નવી બનાવી, તેને લીધે તારી સાથે દેવદીધું ઉદ્યાન ફરે છે. પછી તેં જે અનન્યસરખી જિનભક્તિ કરી તેનાથી સમસ્ત સંસારનાં સુખ આપનારું આ રાજ્ય તે પ્રાપ્ત કર્યું. તેં જિનેન્દ્રનાથને છત્રત્રયન મોડ ધરાવ્યો તેને કારણે હે ભ, તું નિત્ય છત્રછાયા સાથે ભમે છે. તે વખતે રછ અને બહુ પ્રકારનાં પૂજાનાં અંગે તે અર્યા તેને લીધે તને ભેગસામગ્રી મળી છે. જિનભક્તિથી આ ફળ થયું – દેવત્વમાં ઉત્તમ સુખનું, અને અહીં રાજ્યના સુખનું. ક્રમશઃ સિદ્ધિને પણ તું પ્રાપ્ત કરીશ.” (૧૭૯-૮૮)
આ સાંભળીને તે એકદમ મૂછવશ થઈ, સંપૂર્ણ ચેતનનષ્ટ થઈ. બધાનાં દેખતાં ધરણીની ઉપર ધમ્બ દઈને પડી. પવન વગેરે નાખીને ક્ષણવારમાં જ પરિજનોએ એને આશ્વાસિત કરી. સૂરિના ચરણમાં પ્રણેમ કરીને પરમ વિનયથી એ વિજ્ઞપ્તિ કરે છે, “તમે દિવ્યજ્ઞાનથી જાણીને જે આ કહ્યું કે અત્યારે પ્રવજન્મમરણથી મને પ્રત્યક્ષ થયું. તમારું વચન સાંભળીને તથા પિતાનું ચરિત્ર જાણીને અત્યારે આ ભવાસમાંથી મારું ચિત્ત વિરક્ત થઈ ગયું છે તો નરનાથથી છૂટી થઈશ એટલે તમારાં ચરણે સંસારનાં શત દુઃખોને દળી નાખનાર પ્રત્રજ્યા હું સ્વીકારીશ.” (૧૮૯-૯૩) | દેવીનું આ વચન સાંભળીને રાજાએ કહ્યું, “આવું જાણ્યા પછી હે ભગવાન, કે આ સંસારમાં રહે? દેવીના પુત્ર મલયસુંદરને રાજ્યમાં અભિષેક કર એટલે હું પણ તમારી પાસે પ્રવ્રજ્યા સ્વીકારીશ.” ભગવંતે પણ કહ્યું, “ભો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org