SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા : ૫ રાજાને વિનંતી કરી કે, “હે દેવ, આ વખતે એને મોકલો, જેથી ત્યાં જઈને એની પ્રસૂતિ થાય.” રાજાએ કહ્યું, “આવું કદાપિ ન સંભવે.” ત્યારે બ્રાહ્મણે પેટ ઉપર છરી ધરીને કહ્યું, “જે નહીં મોકલે તો હું તમને બ્રહ્મહત્યા આપીશ.” ત્યારે તેને નિશ્ચય જાણીને મંત્રીનું સમર્થન લઈને ઘણુબધી સામગ્રી સાથે રાણુને મોકલી આપી. તેને આવતો જાણીને પિતાના ઘરની પાછળ માતાએ મોટો કૃ ખોદાવ્યો અને પોતાની દીકરીને છાની રીતે ભેંયરામાં રાખી. સૈન્યના મોટા ઠાઠ સાથે આરામશોભા આવી પહોંચી. કરવાનું બધું કરી લીધું. પ્રસૂતિને સમય આવ્યો ત્યારે આરામશોભાએ દેવકુમાર જેવા બાળકને જન્મ આપ્યો. પછી એક વાર દેવયોગે અંગત પરિચારિકા દૂર હતી તેવી વેળાએ બાજુમાં રહેલી માતા એને કુદરતી હાજતે પાછલા દ્વારેથી લઈ ગઈ. કૂવો જેઈને તે બેલી, “અરે મા, આ કે ક્યારે થયો?” તેણે કહ્યું, “બેટા, તારું આવવાનું જાણીને કોઈ વિષ નાખે એવા ભયથી ઘરમાં જ મેં આ ખોદાવ્યો.” ત્યારે તે જેવી કૌતુકથી કૂવામાં જોવા લાગી કે તેની માએ નિર્દયતાપૂર્વક તેને કૂવામાં ફેંકી દીધી અને તે ઊંધે મુખે પડી. પડતાંપડતાં દેવે આપેલા સંકેતનું સ્મરણ કરીને બલવા લાગી, “તાત, હવે તમારાં ચરણે જ શરણ છે.” ત્યારે તે નાગકુમારદેવે પિતાની હથેળીના સંપુટમાં તેને ઝીલી લીધી. કૂવાની અંદર પાતાલભવન નિર્મને તેને રાખી અને તે ત્યાં સુખચેનથી રહેવા લાગી. ઉદ્યાન પણ કૂવામાં પેઠું. નાગકુમારદેવ માતા ઉપર ગુસ્સે થયા. “માતા છે એમ સમજાવી તેણે તેમને શાત કર્યો. માતાએ પણ ત્યાં પલંગમાં પોતાની પુત્રીને સુવાવડીને વેશ પહેરાવીને સુવાડી અને થોડી વારમાં પરિચારિકાઓ આવી પહોંચી. તેને ત્યાં જોઈ કે - જરાક જુદી દષ્ટિવાળી, ઓછા લાવણ્યમય, તનતેજવાળી, કંઈક જ સરખા અવયવાળી તેને પથારીમાં પડેલી જોઈ પરિચારિકાઓ બોલી, “સ્વામિની, તમારે દેહ કેમ જુદે દેખાય છે?” તેણે કહ્યું, “ખબર નથી પણ મારું શરીર ઠીક નથી.”(૪૮-૪૯) તે, ડરી ગયેલી તેમણે માતાને પૂછયું, “આને આ શું થયું છે?” ત્યારે એ કપટી સ્ત્રી પણ છાતી કૂટતી બેસે છે, “હાય, હાય, મરી ગઈ! મારી આશા પર પાણી ફરી વળ્યું! દીકરી, હું ખરેખર કમભાગી છું. કેમકે, તારા દેહની રૂપશોભા જાણે જુદી જ દેખાય છે. શું કેઈની નજર લાગી છે? કે આ વાયુ ઊપડવો છે? કે તારા દેહમાં પ્રસૂતિરેગ થયે છે?” (૫૦–પર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy