________________
ભૂમિકા : ૮૩ એને કંઈ ઓછું નથી એ ખરું, પણ આપણે ચિત્તને સંતોષ થાય.” ત્યારે તેના આગ્રહને જાણીને તેણે કહ્યું, “એમ હોય તે કંઈક બનાવો.”,
તેની આંખો હષથી ખીલી ઊઠી અને તેણે સિહકેસર લાડુ બનાવ્યા, ઘણાબધા મસાલા નાખ્યા, મીઠાશ નાખી. અખંડ માટલામાં મૂકીને પતિને કહ્યું, તમે જાતે જ આ લાડુ લઈ જાઓ. વચ્ચે કોઈ વિન ન આવે.”
પછી તે સરલ સ્વભાવને બ્રાહ્મણ તેના દુષ્ટ ભાવને ન જાણતો જાતે જ એકલે ઘડાને મુદ્રા (સલ)થી બંધ કરીને માથે મૂકીને જયારે જવા લાગે ત્યારે તેણે કહ્યું, “આ મારું ભાતું આરામશોભાને જ આપજે અને દીકરીને કહેજો કે તારે પોતે જ આ ખાવાના છે, બીજા કોઈને આપવાના નથી, જેથી આની તુચ્છતાને લીધે હું રાજકુળમાં હાંસીપાત્ર ન થાઉં.”
ભલે.” એમ કહીને તે ગયો.
ત્રણ સંધ્યા અને દિવસ સુધી ઉજાગર કરતા, મુદ્રા તપાસી લેત, સુવાને વખતે ઓશિકા નીચે ઘડાને મૂકતો કાળક્રમે પાટલિપુત્ર નગરની બહાર તે પહોંચ્યા. ત્યાં થાકેલો છું એમ જાણી અતિ મોટા વડના ઝાડની નીચે સૂતો. અને ત્યાં કર્મધર્મસંયોગે વડના ઝાડમાં જેણે પિતાને ક્રીડાનિવાસ કર્યો છે તેવા તેના પરિચિત નાગકુમારે વિચાયુ, “લાંબો રસ્તો કાપવાના પરિશ્રમથી શિથિલ અંગવાળે સૂઈ ગયેલો આ કોણ છે?” એમ વિચારીને જ્ઞાનથી જોયું. તેનાથી તેણે જાણ્યું કે “આ પેલી આરામશોભાને પિતા છે. તો પછી શા માટે તે નગરમાં જવા ઈચ્છે છે? વળી, એના ભાતામાં શું છે? અને જ્યાં જુએ છે ત્યાં તે ઝેરના લાડુને જુએ છે. જોઈને એણે વિચાર્યું કે “અરે, તેની માતાની દુષ્ટતા ! તો શું હું વિદ્યમાન હોવા છતાં એ મરી જશે?” એમ વિચારીને તે ઝેરના લાડવા દૂર કર્યા અને એમાં બીજા અમૃતના લાડુ મૂક્યા.
થોડી વારમાં જાગીને તે બ્રાહ્મણ નગરમાં પ્રવેશ્યો. રાજભવનના દ્વારે પહેચ્યો. ત્યાં પ્રતિહારને ઉદ્દેશીને એણે કહ્યું, “ભાઈ, રાજાને નિવેદન કર કે આરામશોભાના પિતા દરવાજે આવ્યા છે અને દેવનાં દર્શનની ઇચ્છા રાખે છે.” પ્રતિહારે પણ રાજાને નિવેદન કર્યું. રાજાએ કહ્યું, “જલદીથી પ્રવેશ કરા.” તેના વચન પછી પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યો. તેણે પણ પાસે જઈને “ ભૂ ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડૂ ઇન્દ્રાય” વગેરે મંત્ર બોલીને રાજાની અડોઅડ બેઠેલી આરામશોભાને ભેટ સમપી. અને કહ્યું કે, “દેવ, છોકરીની માએ વિનંતી કરી છે કે આ ભાતું મેં માતાના પ્રેમથી જેવું આવડયું તેવું કરીને મોકલ્યું છે. તેથી દીકરીને જ આપવાનું છે. વધુ શું? હું રાજકુલમાં હાંસીપાત્ર ન બનું તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org