SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ : આરામભા રાસમાળા મળી નથી. એટલે હવે ડે. સાંડેસરાએ અગરચંદ નાહટાને આપેલી આ કૃતિના આરંભ-અંતની નોંધ જ પ્રાપ્ય છે. ૪૩ એ નોંધ મુજબ પ્રત કૃતિ રચાયા પછીનાં ડાં વર્ષોમાં જ સં.૧૫૫૬માં લખાયેલી હોવાની માહિતી મળે છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઇતિ આરામસભારાસ સમાપ્ત. સંવત. ૧૫૫૬ વષે ચૈત્ર વદિ ૮ ભૂમે લખિતં. ભુવનવલભગણિ વિલોકનાથ. ચપડ વડી પિસાલનું જણિયે સાહિ ૧૦૮. ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ ખ પ્રતને જેટલું અંશ મળે છે તેને લાભ લીધો છે. વિનયસમુદ્રવાચકવિરચિત આરામશોભા પાઈ આ કૃતિની બે પ્રત જાણવા મળી છે: ક: પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૨૧૭૩. ૮ પત્ર, લંબાઈ ર૫૯ સે.મિ. પહેળાઈ ૧૧.૩ સે.મિ, હાંસિયે બંને બાજુ ર સે.મિ., ઉપરનીચે કરી જગ્યા .૮ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૪ લીટી, છેલ્લી બાજુએ ૯ લીટી. દરેક લીટીમાં આશરે ૫૦ અક્ષરે. પાછળની બાજુએ ડાબી બાજુના હાંસિયામાં મથાળે “ચ. આરામશોભા કા પત્રે ૧” એ રીતે અને જમણી બાજુના હાંસિયામાં નીચે માત્ર પત્રક્રમાંક લખેલ છે. દરેક પત્રમાં વચ્ચે કરે ખંડું કરી એમાં મધ્યમાં એક અક્ષર મૂકેલ છે. પ્રતિ એકધારા સુઘડ અક્ષરોમાં લખાયેલી છે. “ખ” માટે ૧ ઉપરાંત વ પણ વપરાયો છે. “દ અને “માટે બે લિપિચિહ્નો વપરાયાં છે. “ભ’નું ડાબું પાંખિયું અત્યંત ટૂંકું થઈ જવાથી “નને સંભ્રમ થાય એવું થઈ ગયું છે. “વને સ્થાને “બ” અને “બ”ને સ્થાને “વ” પણ લખાયેલ છે, જેમકે “વાડીને સ્થાને “બાડી' ને બેટીને સ્થાને ‘વેટી' મળે છે. પ્રતની સ્થિતિ સારી છે. પ્રત સં.૧૬૦૭માં એટલે કૃતિ રચાયા પછી ૨૪ વષે લખાયેલી છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઈતિ આરામશોભાચઉપૂઈ સમાપ્ત . સંવત ૧૯૦૭ વર્ષે ભાદ્રપદ શુદિ ૧ અલવર મધે લિખતે પા[પણ]. એમા આત્મપઠનાથ. શુભ ભવત. માંગલ્ય દદાતુ. શુભંમરૂં. ૪૩. જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં ભા.૧, સંપા. અગરચંદ નાહટા, સં.૨૦૩૧, પૃ.૧૨ * તથા જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, ૧૯૮૬, પૃ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy