SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ નીલાંજના એસ. શાહ જ નહીં કુન્તીએ કહ્યું છે કે તે તારા સચ્ચારિત્રથી બંને કુળને અજવાન્યા છે. આ પરંપરામાં તે આગળ જતાં દ્રોપદી પાંચ પાતકનાશિની નિત્યસમરણીય નારીઓમાં સ્થાન પામી છે. ૬૦ પાલિજાતકમાં, કુણાલપક્ષી, સ્ત્રીઓના વિશ્વાસઘાતી સ્વભાવના પોતે કરેલા વર્ણનના સમર્થનમાં દષ્ટાંત આપતાં કહે છે કે હે પૂર્ણ મુખ, તું સાંભળ ! મેં, બે પિતાની પુત્રી કૃષ્ણ, જે પાંચ પતિને પરણી હતી, તેને એક છઠ્ઠા પુરુષ–ખંધા પરિચારક સાથે પ્રેમ કરતી જોઈ છે. તે બાબતને નિરૂપતી ગાથા નીચે પ્રમાણે છે. ૬૧ अथ अज्जुनो नकुलो भीमसेनो युधिष्ठिलो सहदेवो च राजा । एते पतिपञ्चमतिच्च नारी ગાર વુન્નવામને વાવે આ ગાથાની સમજૂતી રૂપે અપાયેલી દ્રોપદીની કથામાં મુખ્ય વાત એ છે કે પાંચ પાંડવોની પત્ની એક ખંધા વામન (પરિચારક) સાથે પ્રેમ કરતી હતી. એક વાર તે માંદી પડે છે, ત્યારે તે પાંચ પાંડવો કરતાં પણ તે ખંધાને પિતે વધારે પ્રેમ કરે છે, એવું તેણે સંજ્ઞાથી દર્શાવ્યું. અર્જુનને આ બાબતને ખ્યાલ આવી ગયો, તેથી તેણે તે પરિચારકને બેલાવી પૂછ્યું, તે વાત સાચી નીકળી તે હકીકત જાણી બધા પાંડને પ્રેમ તેના પરથી ઊઠી ગયે અને તેઓ હિમાલયમાં ચાલ્યા ગયા. ૨ ઉપસંહાર જૈન આગમગ્રંથમાં મળતા દ્રોપદીના પાત્રાલેખનને બાકીની બંને પરંપરાઓ સાથે સરખાવતાં એક બે બાબત નોંધપાત્ર લાગે છે. જૈન આગમ તેમજ મહાભારત દ્રોપદીને સતી તરીકે ઉપસાવે છે, જ્યારે પાલિજાતકમાં દ્રોપદીને એક ચારિત્ર્યહીન સ્ત્રી તરીકે આલેખવામાં આવી છે, તે એક ખૂંચે તેવી બાબત છે. મહાભારતમાં દ્રોપદી વસ્ત્રાહરણને પ્રસંગ એવો છે કે જેમાં દ્રોપદીની નૈતિક તાકાત અસાધારણ હિંમત, સત્વશીલતા, ધર્મશ્રદ્ધા જેવા ગુણેની આકરી કસોટી થઈ છે, અને એ કસોટીમાંથી એ સફળ રીતે પાર ઉતરી છે. આ કઈ પ્રસંગ જૈન આગમમાં નિરૂપાયે નથી સાથે સાથે એ પણ સેંધવું ઘટે કે જૈન આગમમાં ધર્મકથાનુગના સંદર્ભમાં દ્રોપદીની કથા આલેખાઈ હોવાથી, તેના વ્યક્તિત્વની રેખાઓ મ. ભા.ની દ્રોપદીના પાત્રાલેખનની સરખામણીમાં સહેજ ઊંણ ઉતરે એ સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy