________________
૨૪૦
શાહ નીલાંજના એસ. થયું છે. જૈન આગમમાં, સત્પાત્રને પણ અનાદરથી જે ખરાબદાન આપીએ, તે એનું અનર્થકારી ફળ મળે છે તે તથા નિયાણાથી દૂષિત થયેલું તપ મેક્ષ માટે થતું નથી તે દર્શાવવા દ્રૌપદીની કથા દષ્ટાંતરૂપે આપવામાં આવી છે, તે આગમ પરની વૃત્તિઓ અને ચૂણિ એમાંથી કેટલાકમાં આશ્ચર્યદશકની સમજૂતી નિમિત્તે, તે કેટલાકમાં સ્ત્રીઓને કારણે થયેલા સંગ્રામેની સમજૂતીના સંદર્ભમાં દ્રૌપદીની કથા આપવામાં આવી છે.
“મ.ભા.” તે દ્રૌપદીનું સથાન, તેના મુખ્ય પાત્રે પાંડવોની સહધર્મચારિણીનું છે, તેથી યુદ્ધ મેદાન પરના પ્રસંગોને બાદ કરતાં, તેમાં આવતા લગભગ દરેક પ્રસંગ સાથે દ્રૌપદી ઘનિષ્ટપણે સકળાયેલી છે. તેમાં વ્યાસ મુનિએ શુદ્ધ સાહિત્યિક દષ્ટિથી દ્રૌપદીના પાત્રને આલેખ્યું છે.
પાલિ જાતકમાં તે સંદર્ભ સાવ જ જુદે છે. કુણાલ નામના પક્ષીના મુખમાં આ કથા મૂકવામાં આવી છે, તેથી તેનું નામ “કુણાલ-જાતક આપવામાં આવ્યું છે. કુણાલસ્વામી નામનું પક્ષી તેની પરિચય કરતી પંખિણીઓ સાથે દુર્વ્યવહાર કરતું હોય છે, તેથી તેને પુર્ણ મુખ નામનું પક્ષી ઠપકો આપે છે. પછી એકવાર પૂર્ણમુખ પોતે રેગમાં સપડાય છે, ત્યારે તેની પરિચર્યા કરતી પંખિણીઓ એને છોડીને જતી રહે છે. કુણાલ પૂર્ણ સુખની સારવાર કરી, તેને સાજો કરે છે અને સ્ત્રી બેવફા હોય છે, તેના સંદર્ભમાં દ્રૌપદીનું દષ્ટાંત આપતી એક ગાથા સંભળાવે છે, જેમાં દ્રૌપદીએ પાંચ પાંડવેને છેડી દઈને, એક ખંધા પરિચારિક જોડે પ્રેમ કર્યાને ઉલ્લેખ આવે છે. ૩ દ્રૌપદીનાં નામ
જૈન આગમ ગ્રંથમાં દ્રૌપદીના નામને ઉલેખ પ્રાકૃતમાં “હોવ, “રોવતપ કે રોવતી" તરીકે થાય છે જ્યારે આગમ ગ્રંથ પરની સંસ્કૃતમાં લખાયેલી વૃત્તિઓમાં દ્રૌપદી' તરીકે જ થાય છે, તેમાં “કૃષ્ણ” પાંચાલી વગેરે દ્રૌપદીનાં નામનો ઉલ્લેખ મળતું નથી.
મ.ભા. માં દ્રૌપદી યજ્ઞવેદીમાંથી પ્રાદુર્ભાવ પામી, ત્યારે, તેના શ્યામવર્ણને લીધે દ્વિજોએ તેનું નામ “કૃષ્ણ પડયું હતું.૮ પંચાલનરેશ
પદની પુત્રી હોવાને કારણે તેને પાંચાલી તરીકે અને વધારે તે દ્રૌપદી તરીકે તેને “મ.ભા.માં ઉલ્લેખ મળે છેઆ ઉપરાંત તેમાં તેને માટે પાર્વતી૧૦ અને યાજ્ઞસેની11–એ બે નામે પણ પ્રજામાં છે. પાલિજાતક” માં તેને ક્રë () તરીકે જ ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org