________________
જૈન આગમ, મહાભારત અને બૌધ જાતકમાં મળતા દ્રૌપદીના પાત્રનું તુલનાત્મક અધ્યયન.
શાહ નીલાંજના એસ. અમદાવાદ. દ્રોપદી એ ભારતીય સાહિત્યનું એક અત્યંત જવલંત અને પ્રતિભાશાળી સ્ત્રી પાત્ર છે. તેણે જીવનમાં આવેલી ગંભીર મુશ્કેલીઓના પ્રસંગે દર્શાવેલી અપ્રતિમ વિક્રમ શીલતાને લીધે, એનું જીવન ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં અમર બન્યું છે, તેથી જૈન આગમ સાહિત્યમાં મળતા દ્રૌપદીના પાત્રને ઉપસાવવાને તથા તેને મહાભારતમાં અને પાલિજાતકમાં મળતા, તેના પાત્રાલેખન સાથે સરખાવવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યા છે.
જૈન આગમમાં દ્રૌપદીના પાત્રનું વિસ્તૃત આલેખન મુખ્યત્વે “જ્ઞાતા
ધર્મકથાંગસૂત્ર (જ્ઞા.ધ.) માં થયું છે અને “સ્થાનાંગસૂત્ર પરની પ્રશ્નવ્યાકરણુસૂત્ર” પરની તથા વ્યાખ્યાપ્રજ્ઞતિ સુત્ર” પરની અભયસૂરિની વૃત્તિમાં પણ દ્રૌપદી વિશે કેટલાક ઉલ્લેખે મળી આવે છે. તે ઉપરાંત જૈન આગમગ્રની ચૂણિમાં અને બીજી વૃત્તિઓમાં આ પાત્ર વિશે મળતી સામગ્રીને પણ અહી ઉપયોગમાં લેવામાં આવી છે.
મહાભારત” (મ ભા.) માં તે દ્રૌપદીનું પાત્ર વિશાળ ફલકમાં આલેખાયેલું છે. મ.ભા. માં દ્રૌપદીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોમાં સૌથી મહત્વનો પ્રસંગ તેના વસ્ત્રાહરણ છે. તે પ્રસંગને જૈન આગમમાં ઉલ્લેખ સુદ્ધો નથી. તેથી અહીં દ્રોપદી અંગે જેન આગમમાં મળતા નિદેશે સાથે જેમની સરખામણી થઈ શકે એવા અને એટલાજ “મ.ભા. માંના મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે.
પાલિ ત્રિપિટકમાંના સુત્તપિટકને “ખુર્દક નિકાય' નામને એક વિભાગ છે, જેના “જાતક' નામના પેટા વિભાગમાં દ્રૌપદીને નિર્દેશ કરતી ગાથાઓ મળે છે. “જાતક પર “જાતકાWકહાવણના નામની વૃત્તિમાં આ ગાથાઓ પર વિસ્તૃત સમજૂતીની સાથે દષ્ટાંતરૂપે કથાઓ પણ મળે છે. “કુણાલ જાતક નામના જાતકમાં દ્રૌપદીને નિર્દેશ કરતી એક ગાથાના વિશદ વિવરણ રૂપે દ્રૌપદીની કથા મળે છે.
ઉપર્યુક્ત ત્રણે પરંપરામાં આ પાત્રનું આલેખન જુદા જુદા સંદર્ભમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org