SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 113 ડે, જાગૃતિ પંડયા ' અર્થાત્, ઉપરની બાજુ રહેલ અંગુઠાવાળા અને અધમુખ પતાકાવાળા હાથ જ્યારે ઉપર ઉપર મૂકવામાં આવે ત્યારે મકર' નામે હસ્તાભિનય બને છે. જો કે, વાણુભૂષણશ્રી રતનમુનિજી૧૮એ આગળની નાટ્યવિધિના મકરાંડકના સંદર્ભમાં, ના. શા. ગત મકરની નેંધ લીધી છે. અહી પણ, કુંજર' માટે ના. શા. ના ગજદતનો સંદર્ભ આપ્યો છે. ગજદત એ સંયુત હસ્તનો એક અભિનયપ્રકાર છે. પરંતુ મકરાંડક ને મકર તથા કુંજર ને ગાજદૂતનું સામ્ય વિચારવું યંગ્ય જણાતું નથી. જો કે, ના. શા.ગત મકર ને ગજદૂતને મેઘમ ઉલ્લેખ શ્રી કાપડિયા (પૃ. ૬૦) પણ આપે છે. (૪) એકતવક, દ્વિધાતેવર્ક, એકતશ્ચકવાલ, દ્વિધાચક્રવાલ, ચકાઈ, ચક્રવાલને અભિનય, આ વર્તુળાકારે કરાતું નૃત્ય જણાય છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટકા (પ. પૃ. ૪૧૪)માં તેને સમજાવતાં એકતેવક– नटानां एकस्यां दिशि धनुराकारश्रेण्या नर्तनम् । દ્વિધાતેવક– द्वयोः परस्पराभिमुखादृशोः धनुराकारश्रेण्या नर्तनम् । એકતશ્ચકવાલ : एकस्यां दिशि नटानां मण्डलाकारेण नर्तनम् ।। અર્થાત્, નટોનું એક જ દિશામાં ધનુષ્ય આકારે નર્તન તે એકતેવ; એકબીજા સામે દષ્ટિ કરતા બે નટોનું ધનુષ્પાકારે નર્તન તે દ્વિધાતાવકે અને એક જ દિશામાં નટનું મંડલ આકારે નર્તન તે એકતશ્ચક્રવાલ. અહી બે પાઠ મળે છે. ઉપરનિદિષ્ટ પાઠથી ભિન્ન અન્ય પાઠની નેધ રાજ. (પૃ. ૫૩ ઉપરની પા. ટી.) માં લીધી છે. પા. ટી. માં આપેલ પાઠ અનુસાર-એકતો ખહ (= એક તરફ ગગનમંડલાકૃતિ) તથા દ્વિધાતે ખહ (= બે બાજુ ગગનમંડલાકૃતિ) – એટલી વિગત વિશેષ છે. આ પાઠ શ્રી કાપડિયાએ (પૃ. ૫૮) પણ સ્વીકાર્યો છે. પરંતુ “અહ” દ્વારા શું અભિપ્રેત છે, તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy