________________
112
રાજપ્રનીયસૂત્રમાં નાટ્રયતવ (ઈ) પુષ્યમાણવમાં પુષ્ય અને માણવને બે ભિન્ન પ્રકાર ન ગણતાં, પુષ્યમાણવ” એવો એક જ પ્રકાર માન્ય છે. (મલયગિરિની ટીકા-પૃ. ૩૧ આ) ૪ પરંતુ તેની સમજૂતી ત્યાં આપી નથી. (ઈ) ડે. રાઘવનના જણાવ્યા પ્રમાણે (પૃ. ૫૭૩)-આવત વગેરે પૈકીવસંતલતા, પઘલતા વગેરે કઈક અશે ભરતના પિંડીનૃત્યને મળતી આવે છે. પરંતુ માણુવક, મસ્યાંડ, મકરાંડ ને જાર, માર અસ્પષ્ટ જ રહે છે. (૬) જાર–માર વિષે જીવાજીવાભિગમ ટકામાં (પૃ. ૧૮૯) કહ્યું છેનારમાતિ-ક્ષત્રિત સભ્ય મક્ષિઢિનૈ રોહિત !
અર્થાત્, જાર મારણરૂપ વિશેષ લક્ષણે મણિલક્ષણ દ્વારા બરાબર સમજાય તેમ છે. તેમને લેક (વ્યવહાર)માંથી જાણવાનાં છે. (3) સૂર્યાભદેવના વિમાનની અંદર કરાયેલ એક સમતલ ભૂમિભાગ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતું. આ મણિઓ માટે આવતથી પઘલતા પૈકી ઘણાંખરાં નામ પ્રયોજાયાં છે. (સૂ. ૧૫, પૃ. ૩૦ અ) ૬ (૩) ઈહામૃગ, વૃષભ, ઘેડ, નર, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, શરભ, ચમર, કુંજર, વનલતા, પદ્મલતાના ચિત્રોનો અભિનય. (અ) આ નામને ઉલેખ “રાજપ્રશનીયસૂત્રમાં જ અગાઉ-વિમાનની રચનાપ્ર સંગે-પ્રાપ્ત થાય છે. ત્યાં જણાવ્યા પ્રમાણે–વિમાનમાં ઠેરઠેર, તેની રમણીયતાને અર્થે ઈહામૃગ વગેરેનાં ચિત્ર ચિત્રિત કર્યા હતાં. વિમાનને ભૂમિભાગ વિવિધ પ્રકારનાં મણિએથી જડેલે ને સુંદર હતું, જેમાં ઉપરનિર્દિષ્ટ ચિત્રો હતાં. તથા, ભૂમિ ભાગ મધ્યે રચેલ મણિપીઠિકા પરના સિંહાસન ઉપર પણ તે ચિત્રો હતાં. (બ) ડો. રાઘવનના મતે (પૃ. ૫૭૩), આ નાવિધિમાં પ્રાણીઓની ક્રિયાની અભિવ્યક્તિ જણાય છે. તેઓ વધુમાં જણાવે છે કે, અભિનવગુપ્ત અનુસાર, કેટલાંક ઉપરૂપકમાં આ નિરૂપણ પ્રાપ્ત થાય છે. (ક) ના. શા. માં સંયુત હસ્તના અભિનય વર્ણવતાં, “મકરનો ઉલ્લેખ છે. જેમ કે –
पताको तु यदा हस्तावू ङ्गुष्ठावधोमुखौ । उपर्युपरि विन्यस्तौ तदा स मकरः करः ।।
– (ના. શા. ૯. ૧૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org