SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 108 રાજપ્રનીયસૂત્રમાં નાસૂયત મમઃ ) અથવા કેવળ ગાવામાં સમય તથા ક્રિયાઓની સમાન ગતિ (રઃ રાત) વધારવાથી ગીતનું નામ “વર્ધમાનક કહેવાય છે. ના. શા. ના આધ્યાય-૫ માં પૂર્વરંગના અગ--ગીતક-ને વર્ણવતાં, વર્ધમાનને ઉલ્લેખ મળે છે. ત્યાં કહ્યું છે કે, वर्धमानमथापीह ताण्डव यत्र युज्यते ।। –(ના. શા.–૫. ૧૩) એટલે કે, તાંડવ જ્યારે પ્રજાય છે, ત્યારે ત્યાં પણ “વર્ધમાનક’ હોય છે. ના. શા.-અધ્યાય-૯ માં સંયત હસ્તના ૧૩ મા અભિનય તરીકે તેનો ઉલ્લેખ છે, જેની નેંધ શ્રી કાપડિયાએ (પૃ. ૬) લીધી છે. જેમ કે, मुकुलस्तु यदा हस्तः कपित्थपरिवेष्टितः । वर्धमानः स विज्ञेयः कर्म चास्य निबोधत ।। –(ના. શા.-૯૧૫૮) અર્થાત્ , જ્યારે જડેલા કળી જેવા આકારમાં રહેલા હાથને કપિથ ( હાથ અને આંગળીઓની એક ખાસ સ્થિતિ) વડે પરિવેષ્ટિત કરવામાં આવે તેને “વધમાન” કહે છે, તેનું કર્મ હવે સમજે. ત્યાર બાદ, ના. શા–અધ્યાય-૩૧માં આસારિત વિધિ સાથે વર્ધમાનક વિધિને ઉલ્લેખ છે. જેમ કે, आसारितानां स योगो वर्ष मानकमुच्यते । उत्पत्ति लक्षण' चास्य गदतो मे निबोधत ॥ (ના. શા. ૩૧. ૬૯) અર્થાત્ આસારિત સાથેના સંયોગને વર્ધમાનક કહે છે. તેનાં ઉત્પત્તિ ને લક્ષણ કહેતા મને સાંભળે. વળી, वर्धमानमिदं दृष्टं पिण्डीबन्धैर्वि भूषितम् ॥ (ના. શા.- ૩૧૭૨ B) એટલે કે, પિંડીબંધ (= ગેળ ચક્રાકાર રચના) વડે વિભૂષિત તે વર્ધમાનક જણાય છે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy