________________
૮૨૭
આત્યંતર પરિણામ અવલેન–હાથનેધ ૩ જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલને સંગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મને કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને વેગ થાય છે.
[હાથનેધ ૩, પૃષ્ઠ ૧૭]. ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનું મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.
[હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૯] હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદ્રષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એ અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ.
–જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે.
છે શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય.
[હાથનેધ ૩, પૃષ્ઠ ૨૩]
» નમઃ કેવળજ્ઞાન,
એક જ્ઞાન, સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન.
સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.
નિજસ્વભાવરૂપ છે.
સ્વતત્વભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org