________________
૨૦
કષાય
ચેાગ
શ્રીમદ્ રાજચંદ્ર
પહેલા કારણના અભાવ થયે બીજાના અભાવ, પછી ત્રીજાના, પછી ચેાથાના, અને છેવટે પાંચમા કારણના એમ અભાવ થવાના ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય માહુ છે. અવિરતિ ગૌણુ મેહુ છે.
પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યેાગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યાગ હોઈ શકે.
[હાથનાંધ ૨, પૃષ્ઠ ૨૫]
હે મુનિએ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી.
જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વે બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વે પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયેગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
[હાથનોંધ ૨, પૃષ્ઠ ૨૭]
Jain Education International
રે
એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ.
૧૦
કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ.
આત્મા જ,
શુદ્ધાત્મા જ.
સહાત્મા જ,
નિર્વિકલ્પ, શબ્દાતીત સહેજ સ્વરૂપ આત્મા જ.
૧૧
૭–૧૨–૫૪૧ ૩૧–૧૧–૨૨
આમ કાળ વ્યતીત થવા દેવા ચેગ્ય નથી. સમયે સમય આત્માપયેગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે.
[હાથનેાંધ ૨, પૃષ્ઠ ૨૯]
૧. સંવત ૧૯૫૪, (૧૨) આસેા સુદ ૭; ૩૧મું વર્ષ,
૧૧મા મહિના, બાવીસમેા દિવસ. (જન્મતિથિ સં. ૧૯૨૪ કાર્તિક સુદ ૧૫ હેાવાથી સં. ૧૯૫૪ આસે સુક્ર ૭ મે ૩૧મું વર્ષ, ૧૧ માસ અને ૨૨મા દિવસ આવે છે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org