________________
૧૮
શ્રીમદ રાજચંદ્ર
હિાથોંધ ૨, પૃષ્ઠ 9
શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ
શક્તિરૂપે
તે
જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાને જે પુરુષ માર્ગ પામ્યા છે તે પુરુષને
અત્યંત ભક્તિથી નમસ્કાર.
[હાથોંધ ૨, પૃષ્ઠ 3
નમે જિણાણે જિદભવાણું
જિનતત્ત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસિતકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એ એકેક જીવ છે.
હિાથોંધ ૨, પૃષ્ઠ ૧૩] નમે જિણાણું જિદભવાણું જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયે છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે.
વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યકજ્ઞાન ક્યાંથી થાય? સમ્યક્દર્શન ક્યાંથી થાય? સમ્મચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હતી નથી.
વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે.
હે મુમુક્ષુ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા એગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org