________________
આત્યંતર પરિણામ અવકન–હાથોંધ ૧
૮૧૫ દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તે એક છે કે કેમ? આત્મા ગુણી જ્ઞાન ગુણ એમ કહેવાથી કથંચિત્ આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં? જે જ્ઞાનરહિતઆત્મપણું સ્વીકારીએ તે જડ બને? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તે જ્ઞાનથી તેનું જુદાપણું હોવાથી તે જડ કરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે? અભવ્યત્વ પારિણમિકભાવે શા માટે ઘટે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ તે એક વસ્તુ ખરી કે નહીં? દ્રવ્યપણું શું? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે? લેક અસંખ્યપ્રદેશ અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન આ પ્રકારે છે? આત્મામાં પારિણમિતા? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું? અનાદિ અનંતનું જ્ઞાન ક્યા પ્રકારે થવા ગ્ય છે?
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૩] વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમાક્ષનું પ્રતિપાદન એ તમે કહો છે એમ ઘટી શકતાં નથી ?
આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કર્યો છે તેનું શું સમાધાન છે? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી.
આત્મા નાના વિના બંધ, મેક્ષ હવા યોગ્ય જ નથી. તે તે છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૪]
જેનમાર્ગ ૧ લેક સંસ્થાન. ૨ ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય. ૩ અરૂપીપણું. ૪ સુષમ દુષમાદિ કાળ.
તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણુ. ૬ નિગદ સૂફમ. ૭ ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ. ૮ વિભાવદશા, પારિણામિક ભાવે. ૯ પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ. ૧૦ ગુણસમુદાયથી જુદું કંઈ દ્રવ્યત્વ. ૧૧ પ્રદેશસમુદાયનું વસ્તુત્વ. ૧૨ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણપણું. ૧૩ પ્રદેશનું સંકેચાવું, વિકાસાવું. ૧૪ તેથી ઘનપણું કે પાતળાપણું. ૧૫ અસ્પર્શગતિ. ૧૬ એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું. – અથવા તે જ સમયે લેકાંતરગમન. ૧૭ સિદ્ધસંબંધી અવગાહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org