________________
વ્યાખ્યાનસાર-૨
૭૭૨ ૧૧ શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજે. આચાર્યો એવા જોઈએ કે શિષ્યને અલ્પ દોષ પણ જાણી શકે અને તેને યથાસમયે બોધ પણ આપી શકે.
૧૨ સમ્યકદ્રષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશમને પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ.
રાત્રે ૧ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત.૧ ૨ પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે અને તે એક અપવાદરૂપે છે.
૨૦ મોરબી, અસાડ વદ ૭, બુધ, ૧૯૫૬ ૧ આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે.
૨ જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાને પ્રકાર પણ એ જ છે.
૩ ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે, અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેને વિધેિ છે. ૪ દશવૈકાલિકમાં પહેલી ગાથા :
धम्मो मंगलमुकिलु, अहिंसा संजमो तवो;
देवा वि तं नमसंति. जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી.
૫ (આત્માના) ગુણાતિશયમાં જે ચમત્કાર છે.
૬ સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર ઘેરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છેડી દઈ શાંત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે.
૭ જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઈત્યાદિ છે તે આત્માના જાગૃતપણમાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
૮ અત્યંત લેશ્યાશુદ્ધિ હેવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે.
૯ લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વેરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી.
૧. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી નંદીસૂત્રમાં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે “ભગવતી આરાધના'માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે, ધૂળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે, અને બીજું (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org