SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાર-૨ ૭૭૫ ૭ કર્મગ્રંથ મુખ્યપણે કરણનુયેગમાં સમાય. ૮ “પરમાત્મપ્રકાશ” દિગંબર આચાર્યને બનાવેલ છે. તે ઉપર ટીકા થઈ છે. ૯ નિરાકુળતા એ સુખ છે. સંક૯પ એ દુઃખ છે. ૧૦ કાયલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાચ્યદશા અનુભવે છે, તે પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે? ૧૧ દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તે દેહ ઉપરને રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંગે આત્મા દેહ પણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. ૧૨ અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ ૧૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના અભાવે અનુક્રમે વેગ સ્થિર થાય છે. ૧૪ પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે “પ્રમાદી ૧૫ ઑગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. ૧૬ રાગ અને દ્વેષ એ આકર્ષણ. ૧૭ સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુગલથી ચૈતન્યને વિયેગ કરાવે છે, એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. ૧૮ અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. ૧૯ જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. ૨૦ મેહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં, તીર્થંકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. * “જે પુમાન પરધન હરે, સે અપરાધી અજ્ઞક જે અપને ધન વિવહરે, સે ધનપતિ ધર્મશ. –શ્રી બનારસીદાસ શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. ૨૨ “પ્રવચનસારેદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકપનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ ક૫ સાધનાર નીચેના ગુણવાળે મહાત્મા હવે જોઈએ – ૧. સંઘયણ. ૨. ધીરજ. ૩. શ્રત. ૪. વીર્ય. ૫. અસંગતા. ૨૩ દિગંબર દ્રષ્ટિમાં આ દશા સાતમાં ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ ક૫ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હેવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાન એટલે. મોક્ષમાર્ગ છે, બાકી તે ઉન્મત્તમાર્ગ છે.' વિમોર્વમ, સેના ૨ ૩યા સવે.” વળી ‘નાગ એ બાદશાહથી આઘે એટલે તેથી વધારે ચઢિયાતે એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. ૨૪ ચેતના ત્રણ પ્રકારની – (૧) કર્મફળચેતના – એકેંદ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના – પરધન=જડ, પરસમય. અપને ધન=પતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહરે વ્યવહાર કરે, વહેચણ કરે, વિવેક કરે. ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy