________________
ઉપર
શ્રીમદ્ રાજચંદ્ર થાય છે. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તે રાગદ્વેષ છેડે. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તે આત્માને સર્વ પ્રકારે મેક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતું નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશે સવાલ કે શંકા રહેતાં નથી.
૧૩૮ જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવલજ્ઞાન છે.
૧૩૯ જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતું નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરે, તેને વિચાર પણ કરતું નથી, અને વાત કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતે જે પિતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત્ પિતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાત કરવા બેસે તે ન જ સમજી શકાય.
૧૪ ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવે પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મેળે થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણને જેગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધે કે ચેથામાં આવે છે, અને ચેથામાં આવ્યો કે વહેલેમેડ મેક્ષ થશે, એવી તે જીવને છા૫ મળે છે.
૧૪૧ આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યગ્દષ્ટિ' છે, જ્યાં વિરતિ પણ વિના સમ્યકજ્ઞાનદર્શન છે.
૧૪૨ કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે.
૧૪૩ આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ચેથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું “દેશવિરતિક છ સર્વવિરતિ અને સાતમું પ્રમાદરહિત વિરતિ” છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્ચેથી આગળની દશાને અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચેથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાને જે વિચાર કરે છે તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેને પહેલા ગુણસ્થાનકવાળા જીવ વિચાર કરે તે તે શી રીતે પ્રતીતિમાં આવી શકે? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં.
૧૪૪ સમ્યકત્વ પ્રાપ્ત થયેલ છવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં એણું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે.
૧૪૫ પહેલું મેળું કરે તે એથે આવે એમ કહેવામાત્ર છે; એથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે.
૧૪૬ આગળ ૪, ૫, ૬ અને ૭ મા ગુણસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવા માત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા એગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org