________________
ઉપદેશ છાયા
૭૧૧
પોતાના દોષ કાઢતા નથી; અને દાષાને વાંક કાઢે છે. જેમ સૂર્યના તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી; માટે સૂર્યના દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે ખતાવ્યાં છે તેના ઉપયોગ કરતા નથી તેમ. જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઇ જે વિચારથી પેાતાના દાષા ઘટાડેલા, નાશ કરેલા તે વિચારે, અને તે ઉપાયેા જ્ઞાનીએ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણુ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવા.
કયા પ્રકારે દોષ ઘટે? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યાં કરે છે, ને દોષા કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે!
યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી.
સત્પુરુષ કરતાં મુમુક્ષુના ત્યાગ વૈરાગ્ય વધી જવા જોઇએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ વૈરાગ્ય વધારવા જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણુ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે. ખાકી સત્પુરુષ તે જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તા ખતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યા કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી. સત્પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતા નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તે તરત સમ્યક્ત્વ થાય.
બાહુબલીજીને જેમ કેવળજ્ઞાન પાસે – અંતરમાં – હતું, પેાતાની પાસે જ છે.
કાંઈ બહાર નહતું; તેમ સમ્યક્ત્વ
શિષ્ય કેવા હાય કે માથું કાપીને આપે તેવા હેાય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યને અહંકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચું થયા કરે તે આરેા કયારે આવે !
જીવ અહંકાર રાખે છે, અસત્ વચના લે છે, ભ્રાંતિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડા આવવાના નથી.
શૂરવીર વચનાને ખીજાં એકે વચના પહેાંચે નહીં. જીવને સત્પુરુષના એક શબ્દ પણ સમજાયા નથી. માટાઈ નડતી હોય તેા મૂકી દેવી. હૂંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવે નહીં.
જ્યારે જ્ઞાનીપુરુષા થાય છે ત્યારે મતભેદ કટ્ટાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બધે છે. અજ્ઞાની કુગુરુએ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચાક્કસ કરે છે.
સાચા પુરુષ મળે, તેઓ જે કલ્યાણના માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તે અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણુ. માર્ગ વિચારવાનને પૂછવા. સત્પુરુષના આશ્રયે સારાં આચરણા કરવાં. ખાટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હોય. ક્લ્યાણના માર્ગ એક જ હોય; સે-બસેા ન હોય. અંદરના દોષ નાશ થશે, અને સમપરિણામ આવશે તે જ કલ્યાણ થશે.
મતભેદને છેડે તે જ સાચા પુરુષ. સમપરિણામને રસ્તે ચઢાવે તે સાથે સંગ. વિચારવાનને માર્ગના ભેદ નથી.
હિંદુ અને મુશલમાન સરખા નથી. હિંદુઓના ધર્મગુરુ જે ધર્મખાધ કહી ગયા હતા તે બહુ ઉપકાર અર્થે કહી ગયા હતા. તે બેષ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્મા પેક્ષાએ કણબી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા તે જ શુદ્ધ; ભેદ ભાગે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org