________________
૭૦૫
ઉપદેશ છાયા કરવાનું છે. જેમ હેડી નાની હોય અને મોટો મહાસાગર તરવાનું હોય તેમ આયુષ થવું છે, અને સંસારરૂપી મહાસાગર તરે છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યવૃષ્ટિ ચૈતન્યસંગે છે.
એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે “આત્મા અજર, અમર છું, દેહપ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ! અહીં જ ઊભે રહે. સિંહને ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે.” આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તે કેવળજ્ઞાન પ્રગટ થયું. માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણો જ ફેર છે.
ઉપગ છવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયને ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનને હેતુ એ જ છે. ઉપયોગ વતેતે હે જોઈએ. | ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આર્ત, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. ઉત્તમ લેડ્યા હોય તે ધ્યાન કહેવાય અને આત્મા સમ્યફ પરિણામ પામે.
માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મેક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે,
“નિજછંદનસે ના મિલે, હેરે કુઠ ધામ;
સંતકૃપાસે પાઈએ, સે હરિ સબર્સ ઠામ.” જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોંકાશાને થયાં સુમારે ચાર વર્ષ થયાં છે. પણ તે ટુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચાર વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે.
કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓને આ કાળમાં પાર નથી.
મોટા વરાડા ચઢાવે, ને નાણાં ખર્ચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મેટી વાત સમજી હજાર રૂપિયા ખર્ચી નાખે. એક પૈસે ખોટું બેલી ભેગો કરે છે, ને સામટા હજાર રૂપિયા ખર્ચી નાંખે છે! જુઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે!
આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ “યથાખ્યાતચારિત્ર કહ્યું છે.
ભય અજ્ઞાનથી છે. સિંહને ભય સિંહણને થતું નથી. નાગણીને નાગને ભય થતું નથી. આનું કારણ એ પ્રકારનું તેને અજ્ઞાન દૂર થયું છે.
સમ્યકત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ અને મિશ્રગુણસ્થાનકને નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે.
સલ્લા, સદ્ગુરૂઆશ્રયે જે સંયમ તેને “સરાગસંયમ” કહેવાય. નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસંયમમાંથી વીતરાગસંયમ” થાય. તેને નિવૃત્તિ અનિવૃત્તિ બરાબર છે.
સ્વછંદે કલ્પના તે ભ્રાંતિ છે.
આ તે આમ નહીં, આમ હશે” એ જે ભાવ તે “શંકા. ' સમજવા માટે વિચાર કરી પૂછવું તે “આશંકા' કહેવાય.
પિતાથી ન સમજાય તે “આશંકાહનીયટ સાચું જાણ્યું હોય છતાં ખરેખર ભાવ આવે નહીં તે પણ “આશંકાહનીય પિતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org