________________
૬૮૨
શ્રીમદ્ રાજચંદ્ર ૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા.
તે છવ સંતને બેધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતે કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચને સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે, ભાઈ, આપણે તે નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તે તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમે મારા જીવનના આધાર છે. એમ અનેક પ્રકારે ભેગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતનાં વચન વિસરી જાય. એટલે જેમ કાષ્ઠને ગળે અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધને વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભેગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા.
૪. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે.
તે પુરુષ પુરુષને બેધ સાંભળી ઇંદ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષહથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભેગમાં જે સ્વાદ છે તે તેના ત્યાગમાં સ્વાદ નથી. ઈત્યાદિક વચન સાંભળતાં મહા ઉદાસ થાય છે, વિચારે કે આ અનુકૂળ ભેગથી આ જીવ બહુ વખત ભૂલ્ય છે. જેમ તેના વચન સાંભળે છે તેમ તેમ મહા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. માટીને ગેળે અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષે સંતને બેધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચેથા પ્રકારના જીવ કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org